Home /News /india /

ભારત-ઈઝરાયલ વચ્ચે થશે આ 10 મહત્વના કરાર

ભારત-ઈઝરાયલ વચ્ચે થશે આ 10 મહત્વના કરાર

ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ 6 દિવસ ભારતની મુલાકાતે છે. સોમવારે પીએમ મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ વચ્ચે દ્રિપક્ષીય વાર્તા થશે. બંન્ને દેશો વચ્ચે સુરક્ષા, અર્થવ્યવસ્થા, વ્યાપાર, પર્યટન,ઉદ્યોગ જેવા વિષયો પર વાત કરશે. આ દરમિયાન ભારત અને ઈઝરાયલ કેટલાક કરાર પર હસ્તાક્ષર પણ કરશે.

ભારત અને ઈઝરાયલ વચ્ચે 25 વર્ષોના કૂટનીતિક સંબંધોને નવો વળાંક આપવા માટે નેતન્યાહૂૂની આ યાત્રા ઘણી જ મહત્વની માનવામા આવી રહી છે. પીએમ મોદીને નજીકના મિત્ર કહેનાર નેતન્યાહૂનું માનવું છે કે ભારતની સાથે તેમનો સંબંધ સંયુક્ત રાષ્ટ્રમાં એક વોટથી ઘણો વધારે છે.

ભારત અને ઈઝરાયલ વચ્ચે થશે આ કરાર

1. કેટલાક દિવસો પહેલા ભારતે ઈઝરાયલ સાથે 3181 કરોડ રૂપિયાની એન્ટી ટેંક સ્પાઈક મિસાઈલ ડીલ અને રોફેલ વેપંસ ડીલ અટકાવી દીધી હતી. જોકે હવે માનવામાં આવી રહ્યું છે કે નેતન્યાહૂ, મોદી સાથે આ ડીલને ફરીથી કન્ફર્મ કરી શકે છે. જે અંતર્ગત ઈઝરાયલ ભારતને 8000 એન્ટી ટેંક સ્પાઈક મિસાઈલ આપશે.
2.ટેક્નોલોજીકલ કોલેબ્રેશન એન્ડ ઈનોવેશન પર કરાર. આ પૌદ્યોગિકી સહયોગ, નવાચાર, અનુસંધાન તથા વિકાસ,વિજ્ઞાન, અંતરીક્ષ વગેરે સામેલ છે.
3.ભારત અને ઈઝરાયેલ વચ્ચે તેલ અને ગેસ ક્ષેત્રમાં નિવેશનો કરાર
4.ઈઝરાયેલ રિન્યુબલ એનર્જીમાં ભારત કંપનીઓને ઉન્નત ટેકનીક આપવા પર કરાર
5.બંન્ને દેશો વચ્ચે એવિએશન સેક્ટરમાં કરાર
6.જુલાઈ 2017માં પીએમ મોદીના ઈઝરાયેલ મુલાકાત દરમિયાન થયેલ સાઈબર સિક્યોરીટી કરારને વધારે વ્યાપક બનાવવામાં આવે.
7.અંતરીક્ષ શોધ અને ઔદ્યોગિક રિસર્ચ માટે પણ નવી સમજૂતી
8.ઈઝરાયલમાં ફિલ્મોની શૂટીંગને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી
9.ઈઝરાયલ પાસેથી ભારત ખારા પાણીને મીંઠુ બનાવવાની રીત શીખી રહ્યું છે.આ બાદ ગંગાની સ્વચ્છતા માટે પણ ઈઝરાયલનો સહયોગ મહત્વપૂર્ણ હોઈ શકે છે. તેના માટે પણ કરાર થઈ શકે છે.
10.મુક્ત વ્યાપાર માટે પણ બંન્ને દેશો વચ્ચે વાતચીત પણ તેમના એજન્ડામાં સામેલ છે.
First published:

Tags: પીએમ મોદી

આગામી સમાચાર