PM મોદીએ જે ખેડૂતના વખાણ કર્યા હતા તેણે ઝેર પી લીધું!

News18 Gujarati
Updated: August 7, 2019, 12:19 PM IST
PM મોદીએ જે ખેડૂતના વખાણ કર્યા હતા તેણે ઝેર પી લીધું!
નરેન્દ્ર મોદી

  • Share this:
મહારાષ્ટ્રના અકોલામાં 5 ખેડૂતોએ સરકારી કચેરીમાં ઝેરી પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ ખેડૂતોની રોડ પરિયોજના હેઠળ જમીન હસ્તગત કરવામાં આવી હતી. પણ જમીનનું વળતર હજી સુધી નહતું મળ્યું. આ 5 ખેડૂતોએ પોતાની જમીનના વળતરની માંગ સાથે ઝેર પીધું હતું. આ પાંચ ખેડૂતોમાંથી એક ખેડૂત તે પણ હતો જેના વખાણ ત્રણ વર્ષ પહેલા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા હતા. વર્ષ 2016માં મન કી વાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી પછી 42 વર્ષીય મુરલીઘર રાઉતના માનવીય કાર્યોના વખાણ કર્યા હતા.

મોદીએ નોટબંધી પછી બાલાપુરના શેલાડ ગામના નિવાસી રાઉતના કાર્યોની પ્રશંસા કરતા કહ્યું હતું કે નોટબંધી પછી 500 અને 1000 રૂપિયાની જૂની નોટો સાથે આવતા ભૂખ્યા મુસાફરોને રાઉત ખૂબ પ્રેમથી મફત જમાડતા.

મોદીએ રાઉતના વખાણ કરતા તેમ પણ કહ્યું હતું કે જે મુસાફરો પાસે નોટબંધી વખતે પૈસા નહતા રાઉત હોટલમાં તેમને ખાવાનું ખવડાવા અને કહેતા કે જો કદી આ રસ્તે પાછા આવો તો પૈસા ચૂકવી જજો. વાંધો નહીં!

એનડીટીવી ઇન્ડિયાની ખબર મુજબ એક અધિકારીએ જણાવ્યું કે જે જગ્યાએ રાઉતની હોટલ હતી. તેને રસ્તો મોટો કરવાની પરિયોજના હેઠળ લઇ લેવામાં આવી હતી. રાઉતે સોમવાર સાંજે ચાર અન્ય ખેડૂતો સાથે અકોલાના અતિરિક્ત જિલ્લાઅધિકારીના કાર્યાલયની સામે ઝેર પી લીધું. આ પાંચેય ખેડૂતોને અકોલાની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત હાલ સ્થિર છે.
First published: August 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...