આસમના લોકોને પીએમ મોદીની અપીલ, કહ્યું - તમે તમારા સેવક મોદી પર વિશ્વાસ રાખો

News18 Gujarati
Updated: December 12, 2019, 5:15 PM IST
આસમના લોકોને પીએમ મોદીની અપીલ, કહ્યું - તમે તમારા સેવક મોદી પર વિશ્વાસ રાખો
આસમના લોકોને પીએમ મોદીની અપીલ, કહ્યું - તમે તમારા સેવક મોદી પર વિશ્વાસ રાખો

આ બિલ પર કૉંગ્રેસ પૂર્વોત્તરમાં આગ લગાડવાનો પ્રયત્ન કરી રહી છે - પીએમ મોદી

  • Share this:
રાંચી : નાગરિકતા વિધેયક (Citizen amendment bill 2019) પાસ થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ઝારખંડમાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે આ બિલ પર કૉંગ્રેસ (Congress) પૂર્વોત્તરમાં(Northeast) આગ લગાડવાનો પ્રયત્ન કરી રહી છે. કૉંગ્રેસ અને તેના સાથી પૂર્વોત્તરમાં ભ્રમ ફેલાવી રહ્યા છે કે બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવી જશે. જોકે આ કાનુન પહેલાથી જ ભારત આવી ચુકેલા શરણાર્થીઓની નાગરિકતા માટે છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે 31 ડિસેમ્બર 2014 સુધી જે ભારત આવ્યા તે શરણાર્થીઓ માટે આ વ્યવસ્થા છે. આટલું જ નહીં પૂર્વોત્તરના લગભગ-લગભગ બધા રાજ્યો આ કાનૂનના દાયરામાંથી બહાર છે. પીએમે કહ્યું હતું કે હું પૂર્વોત્તર અને પૂર્વી ભારતના દરેક રાજ્ય, દરેક જનજાતીય સમાજને આશ્વત કરવા માંગું છું કે આસમ સહિત નોર્થ ઇસ્ટના અલગ-અલગ ક્ષેત્રોની પરંપરાઓ, ત્યાંની સંસ્કૃતિ તેમને સંરક્ષણ આપવું અને સમુદ્ધ કરવી ભાજપાની પ્રાથમિકતા છે.

આ પણ વાંચો - મોદી સરકારે 7 મહિનામાં પૂરા કર્યા 3 વાયદા, હવે સમાન નાગરિક સંહિતા બિલ લાવવાની તૈયારી

પીએમ મોદીએ કહ્યું હતું કે આજે આ મંચથી પૂર્વોત્તરના અને ખાસ કરીને આસમના ભાઈઓ-બહેનો અને ત્યાંના સાથીઓને અપીલ કરું છું કે તમે પોતાના આ સેવક મોદી પર વિશ્વાસ રાખો. હું પૂર્વોત્તરના ભાઈઓ-બહેનોની કોઇ પરંપરા,ભાષા, રહેણી કરણી, સંસ્કૃતિ પર આંચ આવવા દઈશ નહીં.

પીએમે કહ્યું હતું કે ત્યાંના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત સરકારથી પુરી તાકાતથી ખભાથી ખભા મિલાવીને કામ કરશે. હું અપીલ કરું છું કે કૉંગ્રેસ અને તેના સાથીઓના ભડકાવવામાં ન આવો. ખસા કરીને મારા આસમના ભાઈ-બહેનોને વિશ્વાસ અપાવું છું કે કોઈપણ તેના અધિકારોને ઝુંટવી શકશે નહીં. તેમની રાજનીતિક વિરાસત, ભાષા અને સંસ્કૃતિને ક્લોઝ-6ની ભાવના પ્રમાણે સુરક્ષિત કરવામાં આવશે.
First published: December 12, 2019, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading