પીએમ નરેન્દ્ર મોદીને આ દિવસે મળશે UAEનું સર્વોચ્ચ સન્માન

News18 Gujarati
Updated: August 19, 2019, 5:55 PM IST
પીએમ નરેન્દ્ર મોદીને આ દિવસે મળશે UAEનું સર્વોચ્ચ સન્માન
પીએમ નરેન્દ્ર મોદીને આ દિવસે મળશે UAEનું સર્વોચ્ચ સન્માન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમિરાત (યૂએઈ) અને બહરીનના ત્રણ દિવસીય પ્રવાસે જશે

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમિરાત (યૂએઈ) અને બહરીનના ત્રણ દિવસીય પ્રવાસે જશે. જેની શરુઆત 23 ઓગસ્ટથી થશે. પીએમ મોદી આ દરમિયાન બંને દેશોના શીર્ષ નેતાઓ સાથે દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દા ઉપર વ્યાપક ચર્ચા કરશે.

વિદેશ મંત્રાલયે (MEA)સોમવારે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી પહેલા સંયુક્ત અરબ અમિરાત જશે. જ્યાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયદ’ ગ્રહણ કરશે. મંત્રાલયે કહ્યું છે કે યૂએઈથી મોદી 24 ઓગસ્ટે બહરીનના બે દિવસીય યાત્રા પર રવાના થશે. આ ખાડી દેશની ભારતના કોઇ પ્રધાનમંત્રીની પ્રથમ યાત્રા હશે.

આ પણ વાંચો - દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં PM મોદીને માત આપવા કેજરીવાલે અપનાવી આ રણનીતિ

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પ્રધાનમંત્રી પોતાની યાત્રા દરમિયાન અબુધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. જે દરમિયાન આ દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય મામલા ઉપર ચર્ચા થશે.

એપ્રિલમાં થઈ હતી જાહેરાત
ગત એપ્રિલમાં યૂએઈએ દ્વિપક્ષીય રણનીતિક સંબંધોને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પીએમ મોદીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. આ એવોર્ડ યૂએઈના સંસ્થાપક શેખ ઝાયદ બિન સુલતાન અલ નાહયાનના નામ ઉપર છે.ભારત અને યૂઈએના સંબંધો થયા છે મજબૂત
ભારત અને યૂએઈ વચ્ચેના સંબંધો કેટલાક વર્ષોમાં ઘણા મજબૂત બન્યા છે. બંને વચ્ચે લગભગ 60 અબજ ડોલરનો વાર્ષિક દ્વિપક્ષીય વેપાર થયો છે. યૂએઈ ભારતનું ત્રીજુ સૌથી મોટુ વેપાર ભાગીદાર છે. પ્રભાવશાળી ખાડી દેશ ભારત તેલ નિર્યાત કરનાર ચોથો સૌથી મોટો દેશ પણ છે. યૂએઈમાં ભારતીય સમુદાયના લગભગ 33 લાખ સભ્યો રહે છે.
First published: August 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading