‘કોઈ બીજા દેશમાં પીએમ હોત તો મોદીએ આપવું પડ્યું હોત રાજીનામું’, મનમોહન અને સિબ્બલનો પ્રહાર

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શુક્રવારે નરેન્દ્ર મોદી સરકારને નોટબંધી અને બેરોજગારીના મુદ્દા પર ઘેર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકાર બધા જ મોરચે નિષ્ફળ રહી છે

News18 Gujarati
Updated: September 7, 2018, 11:06 PM IST
‘કોઈ બીજા દેશમાં પીએમ હોત તો મોદીએ આપવું પડ્યું હોત રાજીનામું’, મનમોહન અને સિબ્બલનો પ્રહાર
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શુક્રવારે નરેન્દ્ર મોદી સરકારને નોટબંધી અને બેરોજગારીના મુદ્દા પર ઘેર્યા
News18 Gujarati
Updated: September 7, 2018, 11:06 PM IST
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શુક્રવારે નરેન્દ્ર મોદી સરકારને નોટબંધી અને બેરોજગારીના મુદ્દા પર ઘેર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકાર બધા જ મોરચે નિષ્ફળ રહી છે અને તે 2014માં કરેલ વાયદાઓને પુરા કરી શકી નથી. મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના પુસ્તક ‘શેડ્સ ઓફ ટ્રુથ’ના વિમોચન સમયે બોલી રહ્યા હતા.

આ પ્રસંગે કપિલ સિબ્બલે કહ્યું હતું કે જીએસટી ઉતાવળમાં લાગુ કરી દેવામાં આવી છે, જેના કારણે વેપારીઓને નુકશાન થયું છે. સિબ્બલે નોટબંધીની ટિકા કરતા કહ્યું હતું કે મહાન નેતાએ 2014 પછી આપણને નોટબંધી આપી હતી, જેનાથી 1.5 ટકા જીડીપીનું નુકશાન થયું હતું. જો કોઈ અન્ય દેશમાં આવું બન્યું હોત તો તેમણે રાજીનામું આપવું પડ્યું હોત.

મનમોહન સિંહે કહ્યું હતું કે હવે દેશમાં વૈકલ્પિક વિમર્શ પર વિચાર કરવાની અને અપનાવવાની જરૂર છે. આ સરકારમાં કિશાન અને યુવાન પરેશાન છે. દલિતો અને અલ્પસંખ્યકોમાં અસુરક્ષાનો માહોલ છે. તેમણે કહ્યું હતું કે દેશમાં કૃષિ સંકટ છે. ખેડુતો પરેશાન છે અને આંદોલન કરી રહ્યા છે. બે કરોડ યુવાનો નોકરીઓની રાહ જોઈ રહ્યા છે.

મનમોહન સિંહે કહ્યું હતું કે નોટબંધી ખોટી રીતે લાગુ કરવામાં આવી હતી. જીએસટીના કારણે વેપાર પર અસર પડી હતી. વિદેશમાં રહેલ બ્લેક મનીને લાવવા કશું જ કર્યું નથી. સરકાર પર વિદેશ નીતિના મોરચે નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે પાડોશીઓ સાથે આપણા સંબંધો ખરાબ થયા છે. વિશ્વ વિધ્યાલયોમાં માહોલ ખરાબ કરવામાં આવી રહ્યો છે.

મનમોહન સિંહે પુસ્તકની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ પુસ્તક ઘણી શોધ કર્યા પછી લખવામાં આવી છે. આ પુસ્તક મોદી સરકારનું સમગ્ર વિશ્લેષણ છે. આ સરકારની નિષ્ફળતાને બતાવે છે.
First published: September 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...