અરુણ જેટલીને મળ્યા PM મોદી, અડધો કલાક થઈ વાત

ગુરુવારે પીએમ મોદીના મંત્રીમંડળનું શપથ ગ્રહણ સમારોહ

News18 Gujarati
Updated: May 29, 2019, 10:39 PM IST
અરુણ જેટલીને મળ્યા PM મોદી, અડધો કલાક થઈ વાત
અરુણ જેટલીના ઘરે પહોંચ્યા PM મોદી, મંત્રીમંડળમાં સામેલ થવા માટે કહેશે
News18 Gujarati
Updated: May 29, 2019, 10:39 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  બીજેપીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે  પીએમ મોદી તેમને મંત્રીમંડળમાં સામેલ થવા માટે પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે કહેશે. જોકે સત્તાવાર માહિતી મળી નથી કે પીએમ મોદીની જેટલી સાથે કયા મુદ્દે વાત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે પીએમ મોદીના મંત્રીમંડળનું શપથ ગ્રહણ સમારોહ છે.  આ જ દિવસે મંત્રીમંડળ પણ શપથ લેશે. માનવામાં આવે છે કે  પીએમ મોદી અરુણ જેટલી સાથે મુલાકાત કરીને  તેમને મંત્રીમંડળમાં સામેલ કરવા માટે રાજી કરવા ગયા છે. જેટલીના સ્વાસ્થ્યના કારણોસર મળવા ગયા હોય તેમ પણ બની શકે છે.

આ પહેલા અરુણ જેટલીએ લેટર લખીને મંત્રીમંડળમાં સામેલ થવાથી ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે સ્વાસ્થ્યના કારણોસર તે સરકારમાં કોઈપણ પ્રકારનો કાર્યભાર સંભાળવામાં સક્ષમ નથી.

આ પણ વાંચો - PM મોદીના શપથગ્રહણમાં સામેલ થશે સોનિયા અને રાહુલ ગાંધી

સૂત્રોના મતે અરુણ જેટલી કિડનીની બિમારીથી પીડિત છે. ગત વર્ષે તેમની કિડનીનું પ્રત્યારોપણ થયું હતું. આ સિવાય એમ પણ કહેવા રહ્યું છે કે તે સોફ્ટ ટિશ્યૂ કેન્સરથી પણ પીડિત છે. આ વર્ષે જાન્યુઆરીમાં તે સારવાર માટે અમેરિકા પણ ગયા હતા.
First published: May 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...