ManVsWild: બેર ગ્રિલ્સે કહ્યું PM મોદીની આ વાત સૌથી વધુ ગમી

શો ટેલિકાસ્ટ થતા પહેલા ગ્રિલ્સે પીએમ મોદીની ઘણી જ પ્રસંશા કરી છે.

હવે હોસ્ટ બેર ગ્રિલ્સે પીએમ મોદી અંગે કહ્યું કે, 'તેઓ વિપરીત પરિસ્થિતિમાં પણ સહજ અને નિર્ભય રહી શકે છે.'

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી :  ડિસ્કવરી ચેનલે મેન વર્સિસ વાઇલ્ડે વડાપ્રધાનવાળા સ્પેશિયલ એપિસોડનાં બે પ્રોમો વીડિયો શેર કર્યા છે. હવે હોસ્ટ બેર ગ્રિલ્સે પીએમ મોદી અંગે કહ્યું કે, તેઓ વિપરીત પરિસ્થિતિમાં પણ સહજ અને નિર્ભય રહી શકે છે.

    સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં ગ્રિલ્સે આ વાતો કહી છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદી મુશ્કેલ હાલતોમાં પણ શાંત અને પ્રસન્ન રહે છે. જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં આ શોનાં શૂટિંગ દરમિયાન પીએમ મોદીએ શાંતિ અને નિર્ભયતાનો પરિચય આપ્યો છે. તેઓ આ પડકારોથી જરાપણ ગભરાયા નથી.

    શો ટેલિકાસ્ટ થતા પહેલા ગ્રિલ્સે પીએમ મોદીની ઘણી જ પ્રસંશા કરી છે. તેમણે જણાવ્યું કે મોદી ગાઢ જંગલમાં મુશ્કેલ હાલતોની વચ્ચે પણ સહજ હતા અને તેમના ચહેરા પરની મુસ્કાન ક્યારેય ઓઝલ નથી થઇ.



    ગ્રિલ્સે ઉમેર્યું કે, પીએમ મોદી પર્યાવરણનાં મોટા હિતેચ્છુ છે. તે જ કારણે તેઓ મારી સાથે આવ્યા હતાં. તેમણે જંગલમાં જાણે કોઈ યુવા વ્યક્તિ હોય તે રીતે સમય પસાર કર્યો હતો. હું આ જોઈને હેરાન રહીએ ગયો કે ત્યાં પણ તેઓ કેટલા આરામથી ચાલી રહ્યાં હતાં અને એકદમ શાંત હતાં.



    ગ્રિલ્સને જ્યારે પૂછ્યું કે પીએમ મોદીની કઇ વાત તેમને હમેશા યાદ રહેશે? ત્યારે તેમણે કહ્યું કે, હું પીએમ મોદીનાં સહજ ભાવ અને જંગલમાં સતત વરસાદ છતાંપણ તેમના ચહેરાની મુસ્કાનનાં તેઓ કાયલ થઇ ગયા છે.



    તેમણે વધુમાં જણાવતા કહ્યું કે સતત વરસાદમાં જ્યારે સિક્રેટ સર્વિસમાં પીએમ માટે છત્રી કાઢી ત્યારે તેમણે કહ્યું કે , 'નહીં જોઇએ, હું ઠીક છું અને મારી સાથે નદી તરફ આવી ગયા.'
    Published by:Kaushal Pancholi
    First published: