દર્શન માટે કેદારનાથ પહોંચ્યા PM મોદી, બોર્ડર પર જવાનો સાથે ઉજવી દિવાળી

સીમા પર ભારતીય સેના અને આઈટીબીપીના જવાનોની સાથે દિવાળી ઉજવી છે.

કેદારનાથ ધામમાં દર્શન અને વિષેશ પૂજા કરશે.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ સીમા પર ભારતીય સેના અને આઈટીબીપીના જવાનોની સાથે દિવાળી ઉજવી છે. તેમણે ઉત્તરકાશીના હર્ષિલમાં આશરે દોઢ કલાક સુધી જવાનો સાથે મુલાકાત કરી હતી. જવાનોની સાથે મુલાકાત કર્યા પછી પીએમ મોદી કેદારનાથ ધામ જવા પહોંચ્યા હતાં.

  નોંધનીય છે કે આ પ્રસંગે પીએમ મોદીએ જવાનોને કહ્યું કે તેમના સમર્પણના કારણે જ દેશની સવા સો કરોડ જનતાનું ભવિષ્ય અને તેમના સપના સુરક્ષિત છે. આ પહેલા તેઓ કેદારનાથ ધામમાં દર્શન અને વિષેશ પૂજા કરશે. જે માટે તેઓ કેદારનાથ પહોંચી ગયા છે. ત્યાં પૂજા અર્ચના પછી તેઓ કેદારપુરીમાં ચાલી રહેલા પુનનિર્માણ કાર્યોનું નિરક્ષણ કરશે.

  પીએમ નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં હર્ષિલ બોર્ડર પર સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમની સાથે સાથે બોર્ડર પર ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાના કામની પણ સમીક્ષા કરી હતી. આ સ્થળેથી ચીનની સરહદ માત્ર 45 કિમી દૂર છે. નજીકમાં ગંગોત્રી નેશનલ પાર્ક પણ આવેલો છે. નરેન્દ્ર મોદી દિવાળીમાં કેદારનાથના દર્શન પણ કરશે.

  PMએ ઉત્તરકાશીના હર્ષિલમાં આશરે દોઢ કલાક સુધી જવાનો સાથે મુલાકાત કરી હતી


  મોદી જ્યારથી પીએમ બન્યા છે ત્યારથી તેમણે મોટાભાગના તહેવારો સેનાના જવાનોની સાથે ઉજવવાની પરંપરા શરુ કરી છે. 2014માં તેઓ સીઆચીન, 2015માં અમૃતસર, 2016માં લદ્દાખ અને 2017માં એલઓસી ખાતે દિવાળી વખતે તેઓ હાજર રહ્યા હતા.  મહત્વનું છે કે પીએમ મોદી ઉત્તરાખંડમાં આવેલ ભારત-ચીન સરહદ નજીક આવેલ હર્ષિલ પહોંચ્યા હતા. 11 હજાર ફૂટની ઉંચાઇ પર આવેલ આર્મી કેમ્પમાં સેના પ્રમુખ સાથે આઇટીબીપીના ડીજી સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. મહાર રેજિમેન્ટના જવાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના અવસર પર તેમને પહેલા મીઠાઇ ખવડાવી તેમજ તેમના સાથે ફોટો પડાવ્યો હતો.
  Published by:Kaushal Pancholi
  First published: