Home /News /india /

કર્ણાટક ચૂંટણીના છેલ્લા દિવસે મોદીનો સવાલ, કોંગ્રેસે આંબેડકર માટે શું કર્યું?

કર્ણાટક ચૂંટણીના છેલ્લા દિવસે મોદીનો સવાલ, કોંગ્રેસે આંબેડકર માટે શું કર્યું?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નમો એપ દ્વારા બીજેપીના એસસી-એસટી અને ઓબીસીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતાં. વડાપ્રધાને કહ્યું કે બીજેપી દરેક વર્ગને સાથે રાખીને આગળ વધી રહી છે. સંત રવિદારે જાત-પાતના ભેદભાવને તોડ્યો છે. કેટલાક લોકો જાતિઓ વચ્ચે અંતર કરવાનો પ્રયત્ન કરે છે.

    તેમણે કહ્યું કે પછાત વર્ગો અને દલિતોના સામાજીક ઉત્થાન માટે અમે કામ કર્યું છે. અમે બાબા સાહેબના સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રના સપનાને પુરા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. એસસી-એસટી સમુદાય સાથે જોડાયેલ સૌથી વધારે સાંસદ બીજેપીમાં છે. આ સમુદાયના સૌથી વધારે લોકો બીજેપી સાથે જોડાયેલા છે.

    નમો એપ દ્વારા કર્ણાટક બીજેપીના SC/ST/OBC અને પછાત મોર્ચાના કાર્યકર્તાઓ સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે હું તમને અપીલ કરૂં છું કે SC/ST/OBC અને માઇનોરના ઘરે જઇને જણાવે કે બીજેપી તેમના માટે કામ કરી રહી છે. તેમને વિશ્વાસ અપાવો કે તમારો વિકાસ બીજેપીનો હેતું છે.

    અમારી સરકારે SC/ST એક્ટને (અત્યાચાર વિરૂદ્ધ) કડક બનાવ્યો છે. સ્ટેન્ડ અપ અને મુદ્રા યોજનાથી SC/ST/OBCને મદદ મળશે. સાથે જ આ મહિલાઓ માટે પણ ફાયદાકારક છે.

    દરેક મહાન સંતો પાસેથી પ્રેરણા લઇને અમે આજે બાબા સાહેબના સપનાને પુરા કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે. તેમનું સપનું ભારતને એક સમૃદ્ધ અને શક્તિશાળી દેશ બનાવવાનો છે. કોંગ્રેસ અત્યાર સુધી સત્તા પર હતી કોંગ્રેસે બાબા સાહેબને ભારત રત્ન નથી આપ્યો. અત્યાર સુધી તેમણે બાબા સાહેબને કોઇપણ સન્માન નથી આપ્યું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: કર્ણાટક, પીએમ મોદી

    આગામી સમાચાર