Home /News /india /G-20માં ટ્રમ્પ-આબેને મળ્યાં PM મોદી, કહ્યું- જાપાન, અમેરિકા અને ભારતનો અર્થ 'JAI'

G-20માં ટ્રમ્પ-આબેને મળ્યાં PM મોદી, કહ્યું- જાપાન, અમેરિકા અને ભારતનો અર્થ 'JAI'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા આર્જેટીનામાં છે.

રાજનૈતિક મહત્વના હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનને શક્તિ પ્રદર્શન કરવા માટે આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા આર્જેટીનામાં છે. શુક્રવારે તેમણે બ્યૂનર્સ આયર્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબે સાથે મુલાકાત કરી. ત્રણેવ નેતાઓ વચ્ચે ત્રિપક્ષીય મુદ્દે ઘણી વાતચીત થઇ હતી. આ દરમિયાન પીએમ મોદીએ જીતને નવી રીતે પરિભાષિત કર્યું.

    રાજનૈતિક મહત્વના હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનને શક્તિ પ્રદર્શન કરવા માટે આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. મોદીએ સાથે મળીને કામ કરવા પર ભાર આપતા ‘JAI'ની (જાપાન, અમેરિકા, ભારત) બેઠક લોકતાંત્રિક મૂલ્યો પ્રતિ સમર્પિત છે, ‘JAI'નો અર્થ જીત થાય છે.

    આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની સાથે G-20માં જનારા શક્તિકાંત દાસ વિશે જાણવા જેવું

    ત્રણેય નેતાઓ એ સંપર્ક, સ્થાયી વિકાસ, આતંકવાદ નિરોધ, અને દરિયા અને સાઇબર સુરક્ષા જેવા વૈશ્વિક અને બહુપક્ષીય હિતોના તમામ મોટા મુદ્દાઓ પર ત્રણેય દેશોની વચ્ચે સહયોગના મહત્વ પર જોર આપ્યું. ચીન આખા દક્ષિણ ચીન સાગર પર પોતાનો હક જમાવે છે અને દાવો કરે છે. જ્યારે વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઇ, અને તાઇવાન આ જળમાર્ગો પર પોતાનો દાવો કરે છે. તેમાં એ સમુદ્રી માર્ગ પણ સામેલ છે જેમાથી દર વર્ષે અંદાજે 3000 અબજ ડોલરના વૈશ્વિક વેપારનું પરિવહન થાય છે. મોદી, ટ્રમ્પ અને આબે બહુપક્ષીય સંમેલનોમાં ત્રિપક્ષીય પ્રારૂપમાં બેઠક કરવાના મહત્વ પર પણ સહમત થયા.

    આ પણ વાંચો: બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલો, ખેડૂતો તેમના હક માટે જાપાન જશે

    આ સિવાય જી-20 સમિટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાળાનાણાં પર પણ ચર્ચા કરી અને તેની વિરૂદ્ધ દુનિયાભરના તમામ વિકાસશીલ દેશોને એક થવાની અપીલ કરી. સાથો સાથ મોદી એ એ ખતરાની તરફ પણ ધ્યાન આપ્યું જેનો સામનો આજે પણ આખી દુનિયા કરી રહી છે. મોદીના મતે તેમાં આતંકવાદ અને નાણાંકીય ગુના બે સૌથી મોટો ખતરો છે.

    ટ્રમ્પે ભારતના વિકાસની પ્રસંશા કરી

    ડોનાલ્ડ ટ્રમ્પે બેઠકમાં ભારતના આર્થિક વિકાસની પ્રસંશા કરી. ટ્રમ્પે કહ્યું કે જે રીતે ભારત વિકાસના રસ્તા પર ચાલે છે તેને વિશ્વ બજારમાં સારા સંકેત મળી રહ્યાં છે. ભારત- અમેરિકા સાથે મળીને વૈશ્વિક પડકારોનો સારી રીતે સામનો કરી શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Donald trump, Shinzo abe, પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन