પીએમ નરેન્દ્ર મોદી LoC પાસે રાજૌરી પહોંચ્યા, સૈનિકો સાથે મનાવશે દિવાળી

News18 Gujarati
Updated: October 27, 2019, 1:50 PM IST
પીએમ નરેન્દ્ર મોદી LoC પાસે રાજૌરી પહોંચ્યા, સૈનિકો સાથે મનાવશે દિવાળી
ફાઇલ ફોટો

2018માં પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ પર બર્ફીલી ઘાટીમાં સેના અને આઈટીબીપી કર્મીઓ સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો

  • Share this:
દિવાળીના પ્રસંગે દુર્ગમ વિસ્તારોમાં ડ્યુટી કરતા જવાનો સાથે સંવાદની પોતાની પરંપરાને યથાવત્ રાખતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) રવિવારે અગ્રીમ વિસ્તાર(Forward Area)નો પ્રવાસ કરશે.  પીએમ મોદી LoC પાસે રાજૌરી માં સૈનિકો સાથે દિવાળી મનાવશે.

2018માં પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ પર બર્ફીલી ઘાટીમાં સેના અને આઈટીબીપી કર્મીઓ સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો. 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી મોદીએ જવાનો સાથે સિયાચીનમાં દિવાળી મનાવી હતી. 2015માં દિવાળીના દિવસે પંજાબ સરહદનો પ્રવાસ કર્યો હતો. સંયોગથી તેમનો તે પ્રવાસ1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવા પર થયો હતો.

આ પણ વાંચો - અમે સૌથી મોટી પાર્ટી બન્યા છીએ, BJPના નેતૃત્વમાં ચાલશે સરકાર : દેવેન્દ્ર ફડણવીસ

આ પહેલા મોદી હિમાચલ પ્રદેશ પણ ગયા હતા. જ્યાં અગ્રીમ ચોકી પર ભારત-તિબેટ સરહદ પોલીસ કર્મીઓ સાથે સમય પસાર કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ 2017માં જમ્મુ કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી.

First published: October 27, 2019, 7:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading