પીએમ મોદી આમિર, શાહરુખ અને કંગના સહિત ઘણા કલાકારોને મળ્યા, ગુજરાત જવાની અપીલ કરી

News18 Gujarati
Updated: October 19, 2019, 10:59 PM IST
પીએમ મોદી આમિર, શાહરુખ અને કંગના સહિત ઘણા કલાકારોને મળ્યા, ગુજરાત જવાની અપીલ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે પીએમ આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર ફિલ્મી દુનિયાના દિગ્ગજો અને બીજા કલાકારો સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે પીએમ આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર ફિલ્મી દુનિયાના દિગ્ગજો અને બીજા કલાકારો સાથે મુલાકાત કરી

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવારે પીએમ આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર ફિલ્મી દુનિયાના દિગ્ગજો અને બીજા કલાકારો સાથે મુલાકાત કરી હતી. 2 ઑક્ટોબરે મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની જયંતીના પુરા થયેલા 150 વર્ષના પ્રસંગ પર પીએમ આવાસ પર આ બધા દિગ્ગજો ભેગા થયા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી આમિર ખાન, શાહરુખ ખાન, રાજકુમાર હિરાની, આનંદ એલ રાય, કંગના રનૌટ, એકતા કપૂર, સોનમ કપૂર સાથે છન્નુ લાલ મિશ્રા પણ ઉપસ્થિત હતા.

કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગાંધીજી સાદગીના પર્યાય છે. તેમના વિચાર દૂર-દૂર સુધી ગુંજે છે. રચનાત્મકતાની શક્તિ અપાર છે. આપણા રાષ્ટ્ર માટે રચનાત્મકની આ ભાવનાનો ભરપુર ઉપયોગ કરવો જરુરી છે. મહાત્મા ગાંધીના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે ફિલ્મો અને ટેલિવિઝનની દુનિયાના ઘણા લોકો મહાન કામ કરી રહ્યા છે.

કાર્યક્રમને સંબોધિત કરતા આમિર ખાને કહ્યું હતું કે હું બાપુના આદર્શોને લોકપ્રિય બનાવવાની દિશામાં પ્રયત્ન માટે પ્રધાનમંત્રી જી ની પ્રશંસા કરવા માંગીશ. એક ક્રિએટિવ વ્યક્તિ તરીકે આપણે આ દિશામાં ઘણું કરી શકીશું. હું પ્રધાનમંત્રીને આશ્વસ્ત કરવા માંગીશ કે અમે આ દિશામાં વધારે પ્રયત્નો કરીશું.
શાહરુખ ખાને આ પ્રસંગે કહ્યું હતું કે અમને લોકો એક સારા કામ માટે એક સાથે લાવવા માટે પ્રધાનમંત્રીનો આભાર. મને લાગે છે કે ભારત અને દુનિયાને આપણે ગાંધીજીને ફરીથી પરિચિત કરાવવા જોઈએ.પીએમ મોદીએ આ કાર્યક્રમમાં બધા કલાકારોની અપીલ કરી હતી કે તે એક વખત ગુજરાતમાં દાંડીમાં બનેલ ગાંધીજીના મ્યૂઝિયમમાં જરુર જાય. આ સાથે તેમણે ફિલ્મ કલાકારોને સ્ટેચ્યુ ઓફ યૂનિટી જોવા જવા પણ કહ્યું હતું.
First published: October 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading