PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યું- NDA સરકાર હેલિકોપ્ટર ડીલના રાજદારને ભારત લાવી

PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યું - NDA સરકાર હેલિકોપ્ટર ડીલના રાજદારને ભારત લાવી (Image:PIB twitter)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અસમના ડિબ્રુગઢ પાસે બોગીબીલમાં બ્રહ્મપુત્ર નદી પર દેશના સૌથી લાંબા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું

  • Share this:
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અસમના ડિબ્રુગઢ પાસે બોગીબીલમાં બ્રહ્મપુત્ર નદી પર દેશના સૌથી લાંબા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન પછી પીએમ નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે ઓગસ્ટ વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કોઈએ વિચાર પણ કર્યો ન હતો કે હેલિકોપ્ટર કૌભાંડનો રાજદાર ભારત આવશે.

    હેલિકોપ્ટર ડીલના કથિત વચેટીયા ક્રિશ્ચિયન મિશેલ પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હેલિકોપ્ટર કૌભાંડનો સૌથી મોટો રાજદાર ભારત આવશે તે કોઈએ વિચાર પણ કર્યો ન હતો. પણ અમારી સરકારે તેને પણ કાયદાના હવાલે કર્યો છે.

    વિકાસના મુદ્દા પર પીએમે કોંગ્રેસને આડા હાથે લેતા કહ્યું હતું કે પહેલા વિકાસ પરિયોજના લાગુ કરવામાં લોકો અચકાતા હતા પણ એનડીએ સરકારે આ વલણને બદલી નાખ્યું છે. આ જ અમારા કામ કરવાની રીત છે.

    આ પણ વાંચો - જો હું પાર્ટી પ્રમુખ હોવ અને MLA, MP હારે તો જવાબદાર કોણ?: ગડકરી

    પ્રધાનમંત્રીએ હીમા દાસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે અસમ સહિત ઘણા નાના-નાના ગામમાંથી યુવાઓ દેશનું નામ રોશન કરી રહ્યા છે. પીએમે કહ્યું હતું કે લગભગ 16 વર્ષ પહેલા અટલજી અહીં આવ્યા હતા. બોગીબીલ બ્રિજનો વિકાસ તેમનું સપનું હતો. 2004માં તેમની સરકાર ચાલી ગઈ અને વિકાસ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અટકી ગયા હતા. જેને પુરા કરાયા નથી.

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમારી સરકાર બન્યા પછી 2014માં અમે યોજનાઓમાં ઝડપ લાવ્યા હતા અને આ પ્રોજેક્ટ પર કામ શરુ થયું હતું. લગભગ 6 કરોડના ખર્ચછી બનેલ આ બ્રીજ દેશને સમર્પિત છે.
    Published by:Ashish Goyal
    First published: