પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) હરિયાણાના (Haryana)રોહતક (Rohtak)માં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનની શરુઆત કરી દીધી છે. રાજ્યના સીએમ મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar) ની આગેવાનીમાં થઈ રહેલી જન આશીર્વાદ યાત્રાના સમાપનના દિવસે પીએમ મોદી પણ પહોંચ્યા હતા.
આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા મુદ્દે પણ વાત કરી હતી. પીએમે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો મુદ્દો હોય કે પછી વધી રહેલા જળ સંકટનો. ભારતના 130 કરોડ નાગરિકો હવે સમાસ્યાઓના નવા સમાધાન તરફ જોવા લાગ્યા છે.
પીએમે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કરોડો સાથીઓ સાથે મળીને નવા વિચાર સાથે તેમના સપના અને આકાંક્ષાઓને પૂરી કરવામાં અમે લાગી ગયા છીએ. આ પહેલા પીએમે કહ્યું હતું કે અહીં મુખ્યમંત્રી તે બનતા હતા જે દિલ્હીમાં ટ્રક ભરી-ભરીને લોકોને લઈ આવે પ્રધાનમંત્રીના ઘરની બહાર ઢોલ નગારા વગાડે અને પ્રધાનમંત્રીની જય જયકાર કરે. છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ટ્રકમાં લોકોને લઈ જવાનું કામ ના તો અહીંના મુખ્યમંત્રીએ કરવું પડ્યું છે કે ના અહીંની સરકારે.
પીએમે કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષોમાં હરિયાણાના ખેડૂતોની જમીન ઉપર ભ્રષ્ટાચારનો જે ખેલ ચાલતો હતો તે પણ બંધ થઈ ગયો છે. 5 વર્ષોમાં એવા ઘણા શાનદાર ટ્રેક રેકોર્ડને આધારે જ આખું હરિયાણા આજે ભાજપાના પક્ષમાં ઉભું છે.
100 દિવસ પુરા થવા પર શું કહ્યું પીએમે
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એ સંયોગ છે કે હું હરિયાણામાં એવા સમયે આવ્યો છું જ્યારે કેન્દ્રમાં ભાજપા-એનડીએની સરકારના નવા કાર્યકાળના 100 દિવસ થઈ રહ્યા છે. આ 100 દિવસ વિકાસ અને વિશ્વાસના રહ્યા છે. દેશમાં મોટા પરિવર્તન કર્યા છે. 100 દિવસ નિર્ણય, નિષ્ઠા અને નેક નીયતના રહ્યા છે. પીએમે કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં હરિયાણાને ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારના ડબલ એન્જીનનો પૂરો લાભ મળ્યો છે. વર્તમાનમાં કેન્દ્ર સરકારની મદદથી લગભગ 25 હજાર કરોડ રુપિયાના મોટા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર