કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીત સુનિશ્ચિત કરવા પ્રચાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પહેલી ચૂંટણી સભાનો પ્રારંભ બાંગરપેટથી કર્યો છે. જ્યાં પીએમ મોદીએ કહ્યું કે 5 વર્ષ પછી કર્ણાટકનું ભવિષ્ય કેવું હશે, નવયુવાનનું ભવિષ્ય કેવું હશે જેનો નિર્ણય આ ચૂંટણીથી કરવાનો છે. તેમણે કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે કોંગ્રેસ ટ્રિપલ P પર સીમિત થઇ ગઇ છે પંજાબ, પોંડીચેરી અને પરિવાર.
તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે આખો દેશ કોંગ્રેસને, તેના કલ્ચરને, તેના નેતાઓને, તેની નિયતને ઓળખી ગયું છે. જેમ જેમ કોંગ્રેસના કારનામાઓની ખબર પડતી જાય છે તેમ તેમ લોકો કોંગ્રેસને વિદાય આપતા જાય છે. ગોવા, મધ્યપ્રદેશ, હિમાચલ, ઉત્તર પ્રદેશ, અસમ બધી જગ્યાએ કોંગ્રેસને હાર મળી છે. હવે તમે જ કહો કોંગ્રેસનું કર્ણાટકમાં શું થશે?
કોંગ્રેસે આ છ Cએ કર્ણાટકને બરબાદ કર્યું
પીએમએ કહ્યું કે કોંગ્રેસના વંશવાદ અને પરિવારવાદ પર એટલો ગુસ્સો કેમ છે? કર્ણાટક ભારતની આન બાન શાન છે પરંતુ કોંગ્રેસે પાંચ વર્ષમાં કર્ણાટકની ઇજ્જતને માટીમાં મેળવી દીધી છે. લોકતંત્રને બરબાદ કરી દીધું છે. કોંગ્રેસઆ 6 સી પર ઉભી છે જે છે કલ્ચર, કોમ્યુનિઝમ, કાસ્ટિઝમ,ક્રાઇમ, કરપ્શન,ક્રાઇમ, કોન્ટ્રાક્ટ.
મનમોહન સિંહનું રિમોટ મેડમના હાથમાં
તેમણે કહ્યું કે આમને નામદારોનો વિકાસ કરવામાં રસ છે જ્યારે કામદારોને વિકાસમાં રસ છે. દિલ્હીમાં દસ વર્ષ મનમોહનસિંહ જી વડાપ્રધાન હતાં પરંતુ રિમોટ કંટ્રોલ મેડમના હાથમાં હતું. ભાજપનું રીમોટ કંટ્રોલ દેશની સો કરોડ હિન્દુસ્તાની જનતાના હાથમાં છે. લોકતંત્રમાં હાઇકમાન્ડ જનતા જ છે.
કોંગ્રેસ દિલવાળી નહીં પરંતુ ડિલવાળી છે
તેમણે કહ્યું કે અહંકારી કોંગ્રેસ, ના એ દિલવાળી છે ન તો દલિતોવાળી છે. આ કોંગ્રેસ તો ડીલવાળી છે. આ જ કોંગ્રેસનું કારનામું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર