નવી દિલ્હીઃ દિવાળીના શુભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. બુધવારે સવારે ટ્વિટ કરીને મોદીએ લખ્યું કે, "તમામ દેશવાસીઓને દિવાળીને હાર્દિક શુભેચ્છા. પ્રકાશનું આ પાવન વર્ષ તમામ લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા."
ઇઝરાયેલના વડાપ્રધાને હિન્દીમાં ટ્વિટ કરીને મોદીને પાઠવી શુભેચ્છા
દિવાળીના તહેવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને અને ભારતના લોકોને શુભેચ્છા પાઠવી છે. નેતન્યાહૂએ હિન્દી અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
ઇઝરાયેલના વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું કે, "ઈઝરાયેલના લોકો તરફથી હું મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. રોશનીના આ તહેવારમાં તમને ખુશી અને સમૃદ્ધિ મળે. મને એ જાણીને ખૂબ ખુશી થશે જો તમે આ ટ્વિટના જવાબમાં જણાવશો કે તમે કયા શહેરમાં દિવાળીનો તહેવાર મનાવશો."
Bibi, my friend, thank you so much for the Diwali wishes.
Every year, I visit our border areas and surprise our troops. This year too, will spend Diwali with our brave troops. Spending time with them is special.
વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂને દિવાળીના શુભેચ્છાનો જવાબ આપતા લખ્યું કે, "બીબી, મારા પ્રિય મિત્ર. દિવાળીની શુભેચ્છા માટે ખૂબ ખૂબ આભાર. દર વર્ષે હું દેશના સરહદીય વિસ્તારોની મુલાકાત કરું છું અને મારા જવાનોને સરપ્રાઇઝ આપું છું. આ વર્ષે પણ હું દિવાળીનો તહેવાર મારા બહાદૂર જવાનો સાથે મનાવીશ. તેમની સાથે સમય વ્યતિત કરતો એક લ્હાવો છે. હું બુધવારે સાંજે આ અંગેની તસવીરો પણ શેર કરીશ."
આ પહેલા સરકારના સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન બુધવારે કેદારનાથ મંદિરમાં પૂજા કરશે. પૂજા અને દર્શન બાદ તેઓ કેદારપુરીમાં ચાલી રહેલા પુનઃનિર્માણ કામની સમીક્ષા કરશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર