પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવાદની વ્યાખ્યા સમજાવતા કહ્યું હતું કે તેનો મતલબ ‘ભારત માતા કી જય’ છે. પીએમે કહ્યું હતું કે રાષ્ટ્રવાદની પરિભાષા વ્યાપક છે અને અમારો રાષ્ટ્રવાદ જન-જનના કલ્યાણ માટે છે. પીએમ મોદીએ નેટવર્ક 18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લૂઝિવ વાતચીતમાં આ વાત કરી હતી.
બીજેપી પોતાના ચૂંટણી અભિયાનમાં રાષ્ટ્રવાદને સૌથી મોટો મુદ્દો બનાવી રહી છે. વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે આવું કરીને તે બેરોજગારી અને ખેડુતોની ખરાબ સ્થિતિ જેવા મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે? આ મુદ્દે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રવાદનો મતલબ છે ‘ભારત માતા કી જય’. જો હું ભારત માતાની જય બોલુ છુ અને મારી ભારત માતા સ્વચ્છ નથી તો તે શું રાષ્ટ્રવાદ છે? જો હું ભારત માતાને સ્વચ્છ કરવાનું અભિયાન ચલાવું છું તો તે રાષ્ટ્રવાદ છે કે નહીં?
પીએમ મોદીએ કહ્યું હતું કે જો ગરીબ પાસે રહેવા માટે ઘર નથી અને હું ઘર બનાવું તો આ રાષ્ટ્રવાદ છે કે નહીં? જો હું ભારત માતાની જય બોલું છુ પણ આપણો ગરીબ બિમાર છે અને તે હોસ્પિટલ સુધી જવાની રાહ રાહ જોઈ રહ્યા છે. જો આયુષ્યમાન ભારત યોજના પ્રમાણે તેને પાંચ લાખ સુધીની દવાઓની મદદ મળે છે તો આ રાષ્ટ્રવાદ છે કે નહીં?
પીએમ મોદીએ સવાલની ભાષામાં કહ્યું હતું કે આપણા દેશના ખેડૂતો આધુનિક ખેતી કરે, અન્ન ઉત્પાદન કરે, અન્નની પૂરી કિંમત મેળવે, એમએસપી લાગુ કરું, ખર્ચ કરતા દોઢ ગણી કિંમત આપું તો આ રાષ્ટ્રવાદ છે કે નહીં? દેશના જવાનોને તાકાતવર બનાવવા માટે હથિયાર અને સામગ્રી ઉપલબ્ધ કરાવી શકું તો આ રાષ્ટ્રવાદ છે કે નહીં? જેથી રાષ્ટ્રવાદની ઘણી વ્યાખ્યા છે. ભારત માતા કી જયનો આવો મતલબ હોય છે. 130 કરોડ દેશવાસીઓના સપનાની જય.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર