Home /News /india /લોકસભા ચૂંટણી પછી કોઈ બીજી પાર્ટી સાથે પણ કરાશે ગઠબંધન? પીએમ મોદીએ આપ્યો આવો જવાબ

લોકસભા ચૂંટણી પછી કોઈ બીજી પાર્ટી સાથે પણ કરાશે ગઠબંધન? પીએમ મોદીએ આપ્યો આવો જવાબ

લોકસભા ચૂંટણી પછી કોઈ બીજી પાર્ટી સાથે પણ કરશે ગઠબંધન? પીએમ મોદીએ આપ્યો આવો જવાબ

પીએમ મોદીએ નેટવર્ક 18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લોકસભા ચૂંટણી પછી તેની પાર્ટી અને એનડીએને કોઈ બહારથી સમર્થન લેવાની જરુર પડશે નહીં. જોકે તેમણે કહ્યું હતું કે કોઇપણ દળને અમારો (બીજેપી) ગમે તેવો વિરોધ કેમ ન હોય, તે તેમને સાથે લઈને ચાલશે. કારણ કે અમારો દેશને આગળ વધારવો જ એકમાત્ર લક્ષ્ય છે. પીએમ મોદીએ નેટવર્ક 18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશીને એક્સક્લૂઝિવ વાતચીતમાં આ વાત કરી હતી.

લોકસભા ચૂંટણી પછી તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં બીજેપી કે એનડીએનું કેસીઆર કે જગનમોહન રેડ્ડી સાથે કોઈ ગઠબંધન થઈ શકે છે. શું ચૂંટણી પછી આવી કોઈ સંભાવના બની શકે છે. આ સવાલ પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતથી જીતશે. પહેલાથી વધારે સીટો આવશે. એનડીએ એક વધારાની તાકાત અમારી પાસે છે. તેમની સીટો પણ વધવાની છે. દેશમાં સરકાર બનાવવા માટે ગત વખત કરતા પણ અમે સારી સ્થિતિમાં છીએ. જેથી સરકાર બનાવવામાં અમને કોઈને મદદની જરુર પડશે નહીં. જોકે અમારો ઉદ્દેશ્ય ફક્ત સરકાર બનાવવાનો નથી. અમારો ઉદ્દેશ્ય દેશ ચલાવાનો છે, દેશને આગળ વધારવાનો છે. જ્યારે દેશ ચલાવવાનો અને દેશને આગળ વધારવાનો નિર્ણય બહુમતના આધારે નહીં પણ સર્વમતના આધારે હોય છે.

આ પણ વાંચો - એર સ્ટ્રાઇક પર બોલ્યા મોદી- 'પાકિસ્તાને સવારે 5 વાગ્યે ટ્વિટ કર્યું એ જ પુરાવો છે'

પીએમ મોદીએ કહ્યું હતું કે અમારો (બીજેપી) સૈદ્ધાંતિક મત છે કે ચૂંટણીમાં (બીજી પાર્ટીનો) એક સાસંદ પણ જીતશે તો પણ અમે તેને સાથે લઈને ચાલીશું. કોઈપણ દળ અમારો કેટલું પણ વિરોધી કેમ ન હોચ, ઘોર વિરોધી કેમ ન હોય, તેને પણ અમે સાથે લઈને ચાલીશું કારણ કે દેશને આગળ વધારવાનો અમારો લક્ષ્ય છે.

આ પણ વાંચો - કોંગ્રેસની 'NYAY સ્કિમ' પર બોલ્યા PM મોદી -'આ 60 વર્ષના અન્યાયનું કબૂલાતનામું છે'
First published:

Tags: Elections 2019, Jagan mohan reddy, Lok sabha election 2019, Loksabha Elections, એનડીએ, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, પીએમ મોદી એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો