Home /News /india /નહેરુની નીતિઓ કાશ્મીરના વિકાસમાં અવરોધ, પટેલ હલ કરી શકતા હતા સમસ્યા: PM મોદી

નહેરુની નીતિઓ કાશ્મીરના વિકાસમાં અવરોધ, પટેલ હલ કરી શકતા હતા સમસ્યા: PM મોદી

વેલીના અઢી જિલ્લામાં આ સમસ્યા છે. આ અઢી જિલ્લાની ઘટનાઓને આપણે આખા જમ્મુ-કાશ્મીરની ઘટનાઓના રુપમાં જોઈએ છીએ. આ દ્રષ્ટિકોણ બદલવો જોઈએ.

વેલીના અઢી જિલ્લામાં આ સમસ્યા છે. આ અઢી જિલ્લાની ઘટનાઓને આપણે આખા જમ્મુ-કાશ્મીરની ઘટનાઓના રુપમાં જોઈએ છીએ. આ દ્રષ્ટિકોણ બદલવો જોઈએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવું છે કે કાશ્મીરની સમસ્યા ઘણી જૂની છે. જો આ મામલો દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હોત તો ઘાટીની હાલની સમસ્યા ઉભી જ ન થઈ હોત. આ મામલો પંડિત જવાહરલાલ નહેરુએ પોતાની પાસે રાખ્યો અને ત્યારથી તે વિવાદમાં રહ્યો છે. લોકસભા ચૂંટણી 2019 માટે મતદાન શરુ થયાના બે દિવસ પહેલા પીએમ મોદીએ નેટવર્ક 18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લૂઝિવ વાતચીતમાં આ વાત કરી હતી.



ઘાટીમાં લાંબા સમયથી ચાલું આતંકવાદ, આર્ટિકલ 35A અને 370 હટાવવાના મુદ્દા પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યાર સુધી કાશ્મીરમાં હજારો જવાન શહીદ થઈ ચૂક્યા છે. આની ઉપર પહેલાની સરકારોમાં કોઈના કોઈ ખામી રહી હતી. આ સમસ્યાને સમજીને તેનો હલ કાઢવો જોઈએ. બીજી વાત એ છે કે શું લદ્દાખમાં કોઈ પરેશાની છે, નથી. જમ્મુમાં કોઈ પરેશાની છે, નથી. વેલીના અઢી જિલ્લામાં આ સમસ્યા છે. આ અઢી જિલ્લાની ઘટનાઓને આપણે આખા જમ્મુ-કાશ્મીરની ઘટનાઓના રુપમાં જોઈએ છીએ. આ દ્રષ્ટિકોણ બદલવો જોઈએ.

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી પછી કોઈ બીજી પાર્ટી સાથે પણ કરાશે ગઠબંધન? પીએમ મોદીએ આપ્યો આવો જવાબ



રાહુલ જોશીએ પીએમ મોદીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની વાત - જમ્હૂરિયત, કશ્મીરિયત અને ઇંસાનિયતની વાત યાદ આપતા પુછ્યું હતું કે કાશ્મીરને વિકાસને જોઈએ, કાશ્મીરને વિશ્વાસ પણ જોઈએ પણ આમ છતા ત્યાંની પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી. આ મુદ્દે મોદીએ કહ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં થઈ રહેલા કામ પ્રશંસાને પાત્ર છે. હવે જમ્મુ કાશ્મીરમાં રોકાણ થવું જોઈએ. રોજગારના નવી તકો પેદા થવી જોઈએ. ત્યાં આર્ટિકલ 35A અને 370 નવા રોજગારમાં અવરોધ બની ગયા છે. જે ઘણી મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. તેથી તેને એક વખત ફરીથી જોવાની જરુર છે.

આ પણ વાંચો - એર સ્ટ્રાઇક પર બોલ્યા મોદી- 'પાકિસ્તાને સવારે 5 વાગ્યે ટ્વિટ કર્યું એ જ પુરાવો છે'

(વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પૂરો ઇન્ટરવ્યૂ ન્યૂઝ18 ગુજરાતી સહિત નેટવર્ક18ની તમામ ચેનલો પર મંગળવાર સાંજે 7 વાગ્યે અને રાત્રે 10 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.)
First published:

Tags: Elections 2019, Lok sabha election 2019, Loksabha Elections, એનડીએ, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, પીએમ મોદી એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો