Home /News /india /મોદીએ હિમાચલમાં જૂની યાદો કરી તાજા, લીધી કોફીની ચૂસકી

મોદીએ હિમાચલમાં જૂની યાદો કરી તાજા, લીધી કોફીની ચૂસકી

હિમાચલ પ્રદેશમાં સોમવારે નવી સરકારે શપથ લીધી. જયરામ ઠાકુર ઉપરાંત 11 મંત્રીઓએ શપથ લીધી ગ્રહણ કરી હતી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

શપથ ગ્રહણ સમારોહમાંથી પાછા ફરતી વખતે પીએમ મોદીએ અહીંયા શિમલાના પ્રખ્યાત માલ રોડ પર કોફી પીતા દેખાય છે.

મોદીએ અહીંના ઈન્ડિયન કોફી હાઉસમાં કોફી પીધી હતી. પીએમ જ્યારે કાર્યકર્તા હતાં ત્યારે તે આ જ કોફી હાઉસમાં આવતા હતાં. શપથ ગ્રહણમાં એરપોર્ટથી લઈને સમારોહ સુધી હજારો બીજેપી કાર્યકર્તાઓ અને સ્થાનિકોઓ પીએમની એક નજર માટે રાહ જોઈને ઉભા હતાં. જોઈને એવુ લાગે કે મોદી કોઈ રોડ શો કરી રહ્યાં છે.



મોદી સહિત નેતાઓની હાજરીમાં આજે હિમાચલ પ્રદેશની બીજેપી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જયરામ ઠાકુરે હિમાચલના 13માં સીએમ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે 11 મંત્રીઓએ પણ શપથ લીધા હતા.



ઠાકુર 1998માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ઠાકુરે સતત સાત વખત ચૂંટણી જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ હિમાચલના ટાન્સપોર્ટ અને શહેરી વિકાસ મંત્રી પણ રહી ચુક્યા છે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन