Home /News /india /દેશમાં વધેલા જળ સંકટની વચ્ચે PM મોદીએ લોકોને કરી ત્રણ અપીલ

દેશમાં વધેલા જળ સંકટની વચ્ચે PM મોદીએ લોકોને કરી ત્રણ અપીલ

ન્યૂઝ18 ગુજરાતી: પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ તેનાં બીજા કાર્યકાલમાં પહેલી વખત માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દેશવાસીઓને સંબોધિત કરતા જળ સંકટ પર ચિંતા જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં વરસાદનાં પાણીનું સંચય કરવાની કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદનું પાણી બરબાદ થઇ જાય છે. PM મોદીએ પાણીનાં મહત્વને ધ્યાનમાં રાખીને દેશની 130 કરોડ જનતાને ત્રણ અનુરોધ કર્યા છે.

1. જળ સંરક્ષણ માટે જન આંદોલનની શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને જે ત્રણ વાતો પર વિશેષ ધ્યાન આપવા કહ્યું છે તેમાં પહેલાં નંબર પર છે જળ સંરક્ષણ માટે જન આંદોલનની શરૂઆત કરવું. PM મોદીએ કહ્યું કે, જે રીતે આ દેશની જનતા ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર એકજૂટતા દેખાડે છે. તેમ હવે સમય આવી ગયો છે કે જળ સંરક્ષણને મુદ્દો બનાવે અને તેનાં સંચય માટે એક જન આંદોલન શરૂ કરે.

આ પણ વાંચો-'મન કી બાત'માં PM મોદીએ ઇમરજન્સી ઉપર વાત કરી

2. પાણીનાં સંરક્ષણ માટે પારંપરિક ઉપયોગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરસાદનાં પાણીનું સંચય કરવા માટે પારંપરિક ઉપયોગ કરવા પર ભાર આપ્યો છે. તેમણે જણાવ્યું કે, જ્યારે દેશનાં તમામ ગ્રામ પંચાયતોને પત્ર લખ્યો તો તેમને ઝારખંડનાં એક ગ્રામ પંચાયતનો જવાબ મળ્યો, પત્રમાં જણાવવામાં આવ્યું કે, ગામનાં લોકોએ અત્યારથી જ નવાં તલાવ બનાવવા અને જુના તલાવની સાફ સફાઇનું કામ શરૂ કરી દીધુ છે.

3. જળ સંરક્ષણ સાથે જોડાયેલી કોઇપણ જાણકારી શેર કરો
PM મોદીએ કહ્યું કે, ઘણી વખત લોકો વરસાદનાં પાણીનું સંચય તો કરવાં ઇચ્છે છે પણ કેવી રીતે કરવું તે અંગે તેમને જાણ હોતી નથી. એવામાં જરૂરી છે કે જે પણ વ્યક્તિ અને સંસ્થા જળ સંરક્ષણની દિશામાં કામ કરી રહ્યાં છે તે તેની સાથે જોડાયેલી જાણકારી મને અને આસપાસનાં લોકો સુધી પહોંચાડે. જેનાંથી લોકોને મદદ મળી શકે.

PM મોદીએ કહ્યું કે, પાણીનું મહત્વ ધ્યાનમાં રાખી દેશમાં એક નવાં જળશક્તિ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. જે જળ સંબંધિત તમામ મુદ્દાઓ પર ત્વરિત નિર્ણય લેવામાં મદદ કરશે.
First published:

Tags: Mann ki baat, Narnedra Modi, Water Problem, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો