સેના માટે PM મોદીની મોટી જાહેરાત, દેશને મળશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

'તમામ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આપણી ત્રણેવ સેનાઓ જળ, આકાશ અને જમીન વચ્ચે સમાનતા હોવી જોઇએ.'

News18 Gujarati
Updated: August 15, 2019, 2:30 PM IST
સેના માટે PM મોદીની મોટી જાહેરાત, દેશને મળશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ
પીએમ મોદી
News18 Gujarati
Updated: August 15, 2019, 2:30 PM IST
ન્યૂઝ18 ગુજરાતી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રણ સેનાઓનાં સેનાપતિ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે સીડીએસનું નવું પદ બનાવવાની મોટી જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં સૈન્ય વ્યવસ્થા, સૈન્ય શક્તિ અને સૈન્ય સંસાધનમાં સુધાર પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ઘણાં કમીશનો પર રિપોર્ટ આવ્યાં. તમામ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આપણી ત્રણેવ સેનાઓ જળ, આકાશ અને જમીન વચ્ચે સમાનતા હોવી જોઇએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી પૂરી સૈન્ય શક્તિઓને એકસાથે મળીને આગળ વધવુ પડશે. હવે આપણે ચીફ ઓફ ડિફેન્સની વ્યવસ્થા કરીશું. આ પદને કારણે ત્રણેવ સેનાઓમાં પ્રભાવી નેતૃત્વ મળશે. હાલ ચીફ ઓફ સ્ટાફ હોય છે. ચીફ ઓફ સ્ટાફ કમિટીમાં સેના, નૌસેના અને વાયુસેના પ્રમુખ રહેશે. સૌથી વરિષ્ઠ સભ્યને તેના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવશે. આ પદ વરિષ્ઠ સભ્યને રોટેશનનાં આધાર પર રિટાયરમેન્ટ સુધી આપવામાં આવે છે. ઘણાં સમયથી ચીફ ઓફ ડિફેન્સ બનાવવાની માંગ તાલી રહી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ ઓફ સ્ટાફ બનાવવાની જાહેરાત કરી દીધી છે.


મહત્વનું છે કે દેશ આજે 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે એટલે આજે સવારે લાલકિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો અને દેશવાસીઓને સંબોધિત કર્યાં. છઠ્ઠા ભાષણમાં પીએમ મોદીનું ફોકસ જળસંકટ, જનસંખ્યા વિસ્ફોટ, આતંકવાદ, ન્યૂ ઇન્ડિયાનાં મિશન પર રહ્યું. સંબોધન દરમિયાન તેમણે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ' પદની મોટી જાહેરાત કરી. સેનાનાં ઇતિહાસમાં આ પદ પહેલીવાર બન્યું છે.
First published: August 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...