આશા-આંગણવાડી કર્મચારીઓ માટે ખુશખબર, વધશે આવક

આંગણવાડી કાર્યકર્તાઓના 3000 રૂપિયાથી વધારીને 4500 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.

News18 Gujarati
Updated: September 11, 2018, 4:29 PM IST
આશા-આંગણવાડી કર્મચારીઓ માટે ખુશખબર, વધશે આવક
આંગણવાડી કાર્યકર્તાઓના 3000 રૂપિયાથી વધારીને 4500 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.
News18 Gujarati
Updated: September 11, 2018, 4:29 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણવ્યું કે કેન્દ્ર સરકારે દેશભરના આશા અને આંગણવાડી કાર્યકર્તાઓની આવકમાં કેન્દ્રના ભાગમાં વૃદ્ધિ કરતા આશાકર્મીઓની પ્રોત્સાહન રકમ વધારીને બેગણી કરી છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર્તાઓના 3000 રૂપિયાથી વધારીને 4500 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.

આશા, આંગણવાડી કાર્યકર્તાઓ સાથે નરેન્દ્ર મોદી એપ અને વીડિયો લિંકના માધ્યમથી સંવાદ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે જે આંગણવાડી કાર્યકર્તાઓ ને 2250 રૂપિયા હતા, તેમણે ત્યારે 3500 રૂપિયા મળશે. આંગણવાડી સહાયિકાઓને 1500 રૂપિયાના સ્થાને 2250 રૂપિયા મળશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, "આ વધારેલી આવક આવતા મહિને એટલે કે એક ઓક્ટોબરથી લાગુ થઇ જશે. નવેમ્બરથી તમને આનો લાભ મળશે."

પીએમ મોદીએ જણાવ્યું કે આશા કાર્યકર્તાઓની પ્રોત્સાહન રકમ બેગણી કરવા ઉપરાંત તે પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમણે વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા અને વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના મફતમાં આપવામાં આવશે.

વડાપ્રધાને જણાવ્યું કે આનો અર્થ થયો કે બે બે લાખ રૂપિયાના આ વીમા યોજના અંતર્ગત કોઇ પ્રિમીયમ નહીં આપવાનું રહેશે અને આ ખર્ચ સરકાર ઉઠાવશે.
First published: September 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...