કોંગ્રેસ અને પાકિસ્તાન આર્ટિકલ 370માં ફેરફારની વિરુદ્ધમાં છે : મોદી

PM મોદીનો આરોપ મળેલા છે કોંગ્રેસ અને પાકિસ્તાન, બંને આર્ટિકલ 370માં ફેરફારની વિરુદ્ધમાં

પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં સરકાર વિરોધી નહીં સરકારના પક્ષમાં લહેર ચાલી રહી છે અને લોકો વિપક્ષથી નારાજ છે

 • Share this:
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન અને કોંગ્રેસ આર્ટિકલ 370માં ફેરફાર વિરુદ્ધ એક સાથે એક જ સમયે બોલી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે એમ લાગે છે કે બંને વચ્ચે કોઈ સંબંધ છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં આર્ટિકલ 370નો ઉલ્લેખ કર્યો અને તેના બીજા જ દિવસે ઇમરાન ખાને તેમાં ફેરફાર સામે નિવેદન કર્યું હતું.

  મણિપુરની એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે જે દિવસે કોંગ્રેસે કહ્યું કે કોઈ પણ આર્ટિકલ 370ને બદલાવી શકે નહીં. તેના બીજા જ દિવસે પાકિસ્તાને આ વાત કહી હતી. આ કેવું ગઠબંધન છે?

  કોંગ્રેસે ઘોષણાપત્રમાં વાયદો કર્યો છે કે આર્ટિકલ 370માં કોઈપણ પ્રકારની સંવૈધાનિક ફેરફારની મંજૂરી આપવામાં આવશે નહીં. કોંગ્રેસે નોર્થ ઇસ્ટમાં લાગેલા AFSPA કાનૂન પર વિચાર કરવા અને કાશ્મીર ઘાટીમાં જવાનોની સંખ્યા ઓછી કરવાનો વાયદો પોતાના ઘોષણાપત્રમાં કર્યો છે.

  આ પણ વાંચો - વડાપ્રધાને બંગાળમાં કહ્યું,'દીદી ડરી ગયા છે, રાતે ઊંઘી શકતા નથી'

  કોંગ્રેસની ઘોષણાપત્ર જાહેર થયાના એક દિવસ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું હતું કે ભારતીય સંવિધાનની કલમ 370ને ખતમ કરવી યૂએન રિસોલ્યૂશનનો ભંગ છે. અમે કોઈપણ સ્થિતિમાં આ સ્વિકાર કરી શકીએ નહીં અને કાશ્મીરી પણ તેને સ્વિકાર કરશે નહીં.

  પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં સરકાર વિરોધી નહીં સરકારના પક્ષમાં લહેર ચાલી રહી છે અને લોકો વિપક્ષથી નારાજ છે. પીએમે કહ્યું હતું કે મેં સાંભળ્યું છે કે નામદારે કહ્યું છે કે તે નોર્થ ઇસ્ટને મૈનુફૈક્ચર હબ બનાવશે. આટલા વર્ષોમાં તેમણે કયું મૈનુફેક્ચરિંગ હબ બનાવી લીધું? તે ફક્ત જુઠ મૈનુફેક્ચરમાં કરવામાં માહેર છે.
  Published by:Ashish Goyal
  First published: