Home /News /india /રાજસ્થાન: મોદીએ રેલીમાં કરી અયોધ્યોની વાત, કીધુ જજોને ડરાવે છે કોંગ્રેસ

રાજસ્થાન: મોદીએ રેલીમાં કરી અયોધ્યોની વાત, કીધુ જજોને ડરાવે છે કોંગ્રેસ

પીએમ મોદીએ અહીંયા અયોધ્યા અંગે કહ્યું કે કોંગ્રેસે ન્યાય પ્રક્રિયામાં દખલ કરે છે.

પીએમ મોદીએ અહીંયા અયોધ્યા અંગે કહ્યું કે કોંગ્રેસે ન્યાય પ્રક્રિયામાં દખલ કરે છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અલવરમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા કોંગ્રેસ પર કડક શબ્દોમાં પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ અહીંયા અયોધ્યા અંગે કહ્યું કે કોંગ્રેસે ન્યાય પ્રક્રિયામાં દખલ કરે છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ નેતાઓએ જ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર સુનાવણી ટાળવાનું કહ્યું હતુ. કોંગ્રેસ નેતા અને સીનિયર વકીલ કપિલ સિબ્બલે 2019ની ચૂંટણી સુધી મંદિર મુદ્દાને ટાળવાનું કહ્યું હતું.

    પીએમે કોંગ્રેસ પર બોલતા કહ્યું કે, કોંગ્રેસ અહંકારી પાર્ટી છે, તે જાતિવાદ ફેલાવે છે. તેમની નસોમાં નફરત વહે છે. તેમના દિગ્ગજ નેતા પણ જાતિવાદની વાત કરે છે. તેમની સરકાર જ્યારે હતી ત્યારે તેમણે બાબા સાહેબ આમ્બેડકરની યાદ આવી નહોતી અને તેમણે માત્ર તેમનું અપમાન કર્યું છે.

    'કોંગ્રેસ જાતિવાદી છે'

    પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મારી જાતિને લઇને આકરા પ્રહારો કર્યા છે. જ્યારે લોકોએ તેના પર નારાજગી દર્શાવી તો તેમણે આલાકમાનના નેતાને સસ્પેંડ કરી દીધા. પરંતુ થોડાક જ દિવસો પછી તે નેતાને પાછા મનાવી લીધા. કોંગ્રેસના નેતાઓ મારી જાતિ પર હુમલા કરે છે. તેમને કઇ સમજ આવતું નથી અને બોલવા માટે કંઇ ન બચ્યું તો જાતિ પર બોલવા લાગ્યા છે.

    સોનિયા ગાંધી પર કર્યો હુમલો

    પીએમ મોદીએ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો કોંગ્રેસના નેતાની સામે ભારત માતા કી જયના નારા લગાવે છે તો તેમને નેતા કહે છે કે ભારત માતા કી જય નહીં સોનિયા ગાંધીની જય બોલો.

    ભારત રત્ન આપવા અંગે પ્રહાર

    કોંગ્રેસે ભારત રત્ન માત્ર પોતાના હાઇકમાનને આપ્યો છે. ચાર ભારત રત્ન માત્ર આપવામાં આવ્યા છે. સરકાર રહેતા તેમણે બાબા સાહેબ આમ્બેડકરની યાદ પણ નહોતી આવી. તેમણે બાબા સાહેબનું અપમાન કર્યું છે.

    વન રેન્ક વન પેન્શન

    પીએમ મોદીએ વન રેંક વન પેન્શન અંગે કહ્યું કે કોંગ્રેસે 40 વર્ષ કરી દીધા પરંતુ જવાનોને પેન્શન નહી આપી શકી. અમારી સરકાર આવતાની સાથે અમે સૈનિકો માટે વન રેંક વન પેન્શન લઇ આવ્યાં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Alwar, કોંગ્રેસ, પીએમ મોદી, રાજસ્થાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन