PM મોદીનો મંત્રીઓને નિર્દેશ- સવારે 9:30 કલાકે ઓફિસ પહોંચે, ઘરેથી કામ નહીં થાય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સરકારના બીજા કાર્યકાળને પહેલા કરતા વધારે શાનદાર બનાવવા માંગે છે

News18 Gujarati
Updated: June 12, 2019, 11:26 PM IST
PM મોદીનો મંત્રીઓને નિર્દેશ- સવારે 9:30 કલાકે ઓફિસ પહોંચે, ઘરેથી કામ નહીં થાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સરકારના બીજા કાર્યકાળને પહેલા કરતા વધારે શાનદાર બનાવવા માંગે છે
News18 Gujarati
Updated: June 12, 2019, 11:26 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સરકારના બીજા કાર્યકાળને પહેલા કરતા વધારે શાનદાર બનાવવા માંગે છે. પીએમ મોદીએ આ માટે એક્શન લેવાનું પણ શરુ કરી દીધું છે અને તેની શરુઆત મંત્રીઓથી કરી છે.

સૂત્રોના મતે પ્રધાનમંત્રીએ કેબિનેટ મીટિંગમાં મંત્રીઓને સવારે 9.30 કલાક સુધીમાં ઓફિસ પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. કોઈપણ મંત્રી ઘરેથી કામ કરશે નહીં. આ સિવાય બધા સાંસદોના સંપર્કમાં રહેવા અને તેમાં કોઈના વચ્ચે ભેદ ન કરવા કહ્યું છે. મંત્રીઓને કહેવાયું છે કે તે એ વાતનું પણ ધ્યાન રાખે કે તે સાંસદ પણ છે.

સૂત્રોના મતે સીનિયર અને જૂનિયર મંત્રીઓએ એકબીજા પ્રત્યે સમન્વય બનાવીને કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોઈપણ મંત્રી પોતાના ભાગનું કામ કરવાની ના પાડી શકશે નહીં.

આ પણ વાંચો - કેબિનેટનો નિર્ણય - જમ્મુ-કાશ્મીરમાં વધુ 6 મહિના રાષ્ટ્રપિત શાસન, ત્રણ તલાક બિલને મંજૂરી

ઉલ્લેખનીય છે કે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક થઈ હતી. જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને 6 મહિના સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ તલાક બિલને પણ કેબિનેટની મંજૂરી મળી છે.
First published: June 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...