86 વર્ષના દેવગૌડાનો ફિટનેસ મંત્ર, રોજ કરે છે કલાકો કસરત

ટ્રેનર સાથે કસરત કરતા એચડી દેવગૌડા

 • Share this:
  પીએમ મોદીએ બુધવારે પોતાનો ફિટનેસ વીડિયો જારી કર્યો હતો જેમાં તેમણે કર્ણાટકના નવા સીએમ એચડી કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ આપ્યો હતો. પરંતુ કુમારસ્વામીએ ફિટનેસ ચેલેન્જ પર પીએમનો આભાર વ્યક્ત કરતાં તેને સ્વિકારવાની ના કહી દીધી હતી. તેની પાછળ બે કારણ માનવામાં આવે છે એક તો થોડા દિવસ પહેલા કુમારસ્વામીએ કરાવેલી હાર્ટ સર્જરી અને બીજુ કારણ એ છે કે તે મોદીની ફિટનેસ ચેલેન્જને સ્વિકાર કરીને તેમના સમર્થકોને દુખી ન હતાં કરવા માંગતા.

  સમર્થકોનું કહેવું હતું કે જો પીએમે કુમારસ્વામીને બદલે તેમના પિતા પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાને ફિટનેસ ચેલેન્જ આપી હોત તો તેમને કદાચ સારે રિસ્પોન્સ મળ્યો હોત. તમને જણાવીએ કે કુમારસ્વામીના પિતા એચડી દેવગૌડા નિયમિત કસરત કરે છે. દેવગૌડાની પાસે તેમના બેંગલુરૂ સ્થિત આવાસમાં આખું જીમ બનાવ્યું છે. 86 વર્ષના દેવગૌડા પોતાની ફિટનેસ અને કસરતથી તેમનાથી અડધી ઉંમરના લોકોને પણ પાછળ પાડી શકે છે.

  વાંચો: "મારા માટે રાજ્યની ફિટનેસ વધારે જરૂરી," મોદીની ચેલેન્જ પર કુમારસ્વામીનો જવાબ

  દેવગૌડા પાસે તેમનો અંગત ટ્રેનક કાર્તિક છે જે તેમને ઘણી મુશ્કેલ કસરત કરાવે છે. સવારે ઉઠતાની સાથે જ એક કલાક ટ્રેડમિલ તે પછી વેઇટ લિફ્ટીંગ, ડંબલ અને બીજી કસરત તેઓ નિયમિત કરે છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં દેવેગૌડાએ જણાવ્યું કે તેઓ વર્ષોથી કસરત કરે છે. તેઓ પોતાની ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે. તેમણે કહ્યું કે, "હું ઘણું ઓછું ખાઉં છું, દારૂ-સિગરેટ નથી પીતો, હું શાકાહારી ભોજન કરૂં છું. ઓછું સુવું છું અને રોજ વહેલી સવારે ઉઠી જાઉં છું. મને કોઇ લાલચ નથી."

  ટ્રેનર સાથે કસરત કરતા એચડી દેવગૌડા


  ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દેવેગૌડાએ 40 ડિગ્રી તાપમાનમાં 1300 દાદર ચઢીને શ્રાવનબેલાગોલામાં ગોમતેશ્વરના દર્શન કર્યા હતાં. હાલમાં જ થયેલા કર્ણાટક ચૂંટણી પ્રચારમાં પોતાની પાર્ટી જેડીએસ માટે દેવગૌડાએ 6000 કિલોમીટરની યાત્રા કરીને પ્રચાર કર્યો હતો.
  Published by:Kaushal Pancholi
  First published: