'માઓવાદીઓ મોદીની હત્યાનું કાવત્રુ કરે છે એ વાત જ 'હાસ્યાસ્પદ': શિવસેના

News18 Gujarati
Updated: June 12, 2018, 5:12 PM IST
'માઓવાદીઓ મોદીની હત્યાનું કાવત્રુ કરે છે એ વાત જ 'હાસ્યાસ્પદ': શિવસેના

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માઓવાદીઓ મારી નાંખવાનું કાવત્રુ કરે છે એવા મહારાષ્ટ્ર સરકારના દાવા પર તેના સાથી પક્ષ શિવસેનાએ મજાક ઉડાડી છે અને કહ્યુ છે કે, આ વાત એકદમ હાસ્યાસ્પદ છે. શિવસેનાએ એવું પણ કહ્યું કે, આ દાવામાં કોઇ વજુદ નથી.

આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંઘે એ હાઇ-લેવલ મિંટીગ કરી હતી તેમાં મોદીની સિક્યોરિટી મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ભાજરતી જનતા પાર્ટીએ કહ્યું કે, વિરોધી પક્ષો મોદીની હત્યાના પ્લાન મામલે જે નિવેદનો આપ્યા છે એ રાજકારણના નીચે જતું સ્તર દર્શાવે છે.

આ અગાઉ, એન.સી.પી ના વડા શરદ પવારે એવો આરોપ કર્યો હતો કે, માઓવાદીઓ મોદીને મારવા માંગે છે એવુ કહી ભાજપ લોકોની સંવેદના જીતવા માંગે છે.

થોડા દિવસો અગાઉ, મહારાષ્ટ્રની પોલીસે એવો દાવો કર્યો હતો કે, માઓવાદીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને માંરી નાંખવાનું કાવત્રુ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસનો દાવો છે કે આ આરોપીઓ માઓવાદીઓ સાથે સંબધ ધરાવે છે. આ આરોપીઓ પાસેથી પોલીસને એક પત્ર મળ્યો હતો. જેના આધારે પોલીસે એવો દાવો કર્યો હતો કે, માઓવાદીઓ મોદી અને ફડનવીસને મારી નાંખવા માંગે છે.

શિવસેનાએ તેના મુખપત્ર 'સામના'નાં તંત્રી લેખમાં લખ્યુ છે કે, "માદી અને ફડનવીસને મારી નાંખવાનું કાવત્રુ ભેદી લાગે છે અને એક હોરર ફિલ્મની સ્ટોરી જેવું છે. મેં કેટલાક નિવૃત સિનીયર પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમણે મને કહ્યું કે, સામાન્ય રીતે જ્યારે આવી કોઇ ઘટના બને ત્યારે મીડિયા સમક્ષ જવાને બદલે જે-તે નેતાની સિક્યોરિટી વધારી દેવાની હોય છે."

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, "દરેક વ્યક્તિઓએ આવા કોઇ પણ કાવત્રાને વખોડી કાઢવું જોઇએ. કેમ કે, ભારતે તેના બે વડાપ્રધાન આવા કારણોસર ગુમાવ્યા છે. આવું બન્યુ હોતા છતાં લોકો સંવેદનશીલ નથી."
First published: June 12, 2018
વધુ વાંચો
अगली ख़बर