જો ચોક્કસ વયની મહિલાઓ ભગવાન અયપ્પા મંદિરમાં પ્રવેશ કરશે તો મંદિર બંધ કરી દેશે તેવા અહેવાલને સબરીમાલાના મુખ્ય પૂજારી કંદારૂ રાજીવારૂએ ફગાવી દીધો છે.
સોશિયલ મીડિયામાં ઉપરોક્ત ખબર ઘણી ચર્ચાઇ રહી હતી જેને કારણે રાજીવારૂએ આ ખબર પર પોતાનું નિવેદન આપ્યું છે અને આ વાતને ફગાવી દીધી હતી. જોકે મુખ્ય પુજારીએ 10થી 50 આયુવર્ગની મહિલાઓને મંદિરમાં ન આવવા અને સમસ્યા ઉત્પન્ન ન કરવાની અપીલ કરી છે.
નોંધીનીય છે કે આ વયમાં માસિકની સ્થિતિને કારણે 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
તેમણે તે પણ કહ્યું કે, 'અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ પરંતુ શ્રદ્ધાળુઓની ભાવનના તથા મંદિરની પરંપરા તથા રીતિ રિવાજ અંગે વિચારતા હું યુવતીઓને સબરીમાલા ન આવવાનો વિનમ્ર અનુરોધ કરૂં છું.'
આ પણ વાંચો: સબમરીમાલા વિવાદ: દર્શન કરવા જઇ રહેલી મહિલાઓને બસમાંથી ખેંચીને ઉતારી
કેરળના સબરીમાલા મંદિરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મહિલાઓના પ્રવેશની મંજૂરી બાદ બુધવારના રોજ પહેલી વખત તેના કપાટ ખૂલ્યા. ત્યારે અહીં ખૂબ હોબાળો થયો અને હજારો મહિલાઓએ મંદિરમાં પ્રવેશના પ્રયત્નો કર્યા પરંતુ તેમનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો. શ્રદ્ધાળુઓએ તેમને રોકયા અને મારપીટ થઇ અને ખૂબ હિંસા પણ ભડકી હતી. આ બધાની વચ્ચે પણ મહિલાઓ બુધવારના રોજ મંદિરની સીડીઓ સુધી પહોંચી ગઇ હતી. ગુરૂવારના રોજ ન્યૂયોર્ક ટાઇમ્સની રિપોર્ટર સુહાસની રાજ પંબા પહાડના રસ્તે થઇ મંદિર સુધી પહોંચવાની કોશિષ કરી રહી હતી પરંતુ તેને પાછા ફરવું પડ્યું હતુ.
આ પણ વાંચો: સબરીમાલા મંદિર જઈ રહેલી ન્યૂયોર્ક ટાઇમ્સની મહિલા પત્રકાર પર પથ્થરમારો