કઇ રીતે બેંગલુરૂની બહાર લઇ જવામાં આવ્યાં ધારાસભ્યોને, જાણો આખો પ્લાન

કઇ રીતે બેંગલુરૂની બહાર લઇ જવામાં આવ્યાં ધારાસભ્યોને, જાણો આખો પ્લાન

 • Share this:
  કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ યેદિયુરપ્પાએ શપથગ્રહણના એક કલાક પછી  બેંગલુરૂના આઉટર વિસ્તારમાં સ્થિત ઇગલટન રિસોર્ટમાંથી સુરક્ષા હટાવી લીધી હતી. આ આદેશના થોડા સમય પછી જ પોલીસે રિસોર્ટ સુધી જતા રસ્તાના બેરિકોડ અને ચેકપોસ્ટ હટાવી લીધા હતાં. આવું જ વિધાનસભાથી એક કિલોમીટર દૂર સ્થિત શાંગરી-લા હોટલમાં પણ કરવામાં આવ્યું હતું.

  કોંગ્રેસના ધારાસભ્યો ઇગલટન રિસોર્ટમાં જ્યારે જેડીએસના ધારાસભ્યો શાંગરી-લા હોટલમાં રોકાયા હતાં. યેદિયુરપ્પાના આદેશ પછી પોલીસે બંન્ને જગ્યા પરથી સુરક્ષા વ્યવસ્થા હટાવી લીધી હતી. પોતાના રાજ્યમાં સુરક્ષા ન મળતા અન્ય રાજ્યમાં જવાનો નિર્ણય કર્યો હતો.  કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને પહેલા હેલિકોપ્ટર મારફતે લઇ જવાના હતાં પરંતુ તેનું ક્લિયરન્સ ન મળતા તેમને રોડ માર્ગે હૈદરાબાદ લઇ જવામાં આવ્યાં હતાં. રોડ માર્ગે ત્યાં જતાં માત્ર 90 મિનિટ જ થાય છે. મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે ધારાસભ્યોને કેરળ કે પંજાબ લઇ જવામાં આવશે. પરંતુ તેમને ધારાસભ્યો માટે હૈદરાબાદમાં વ્યવસ્થા કરાવી લીધી હતી.

  ધારાસભ્યોએ તેમના પરિવારને ફોન કરીને કહી દીધું હતું કે તેમના કપડા રિસોર્ટમાં મોકલી દે. તેમના પરિવારને પણ જણાવવામાં ન હતું આવ્યું કે તેમને ક્યાં લઇ જવામાં આવી રહ્યાં છે.

  શર્મા ટ્રાવેલ્સને કહેવામાં આવ્યું કે તેમને હૈદરાબાદ લઇ જવા માટે વિશ્વાસપાત્ર ડ્રાઇવરને મોકલી દો. તેમને પણ એ કહેવામાં આવ્યું ન હતું કે ક્યાં જવાનું છે. બીજેપી તરફથી અડચણ ઉભી કરવાની શક્યતાઓને જોતા બેંગ્લોરથી આંધ્રપ્રદેશ વચ્ચે ઘણી સ્પેર ગાડીઓ પણ રાખવામાં આવી હતી.

  એક કોંગ્રેસ એમએલસી પ્રમાણે બે કોંગ્રેસ ધારાસભ્યો જમીર અહેમદ ખાન અને શિવરામ હેબ્બરે બોર્ડર સુધી બસ ચલાવવાની ઓફર પણ આપી હતી. આ વચ્ચે ડી. કે શિવકુમાર અને એચ.ડી કુમારસ્વામીએ સ્થાનિક કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યો હતો કે કોઇપણ સ્થિતિમાં મદદ કરવા માટે તૈયાર રહેજો. અંતે ધારાસભ્યોને શર્મા ટ્રાવેલ્સની લગ્ઝરી બસમાં બેસાડીને હૈદરાબાદ લઇ જવામાં આવ્યાં હતાં.
  Published by:News18 Gujarati
  First published:May 18, 2018, 15:42 IST

  ટૉપ ન્યૂઝ