પિયુષ ગોયલ ફરીથી બન્યા રેલવે મંત્રી, કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની પણ મળી જવાબદારી

મોદી સરકારનાં પહેલા કાર્યકાળમાં તેઓ સૌથી કાબેલ મંત્રીઓમાંનાં એક છે.

News18 Gujarati
Updated: May 31, 2019, 2:42 PM IST
પિયુષ ગોયલ ફરીથી બન્યા રેલવે મંત્રી, કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની પણ મળી જવાબદારી
પિયુષ ગોયલની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: May 31, 2019, 2:42 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : નરેન્દ્ર મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં પિયુષ ગોયલને ફરીથી રેલવે મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. તેમને કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલય પણ આપવામાં આવ્યાં છે. મોદી સરકારનાં પહેલા કાર્યકાળમાં તેઓ સૌથી કાબેલ મંત્રીઓમાંનાં એક છે.

કોલસા મંત્રીની ભૂમિકામાં તેમણે કોલસા સંકટ અને કોલ બ્લોકની ફાળવણીનાં મુશ્કેલમાં મુશ્કેલ પ્રશ્નને પણ ઉકેલ્યો છે. ઉર્જા મંત્રી તરીકે તેમણે દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાની મહત્વકાંક્ષી યોજનાને સમયસર પુરી કરી છે. જ્યારે ટ્રેન દુર્ઘટના પછી દેશની રેલવે પાટા પરથી ઉતરતી દેખાઇ તો પિયૂષ ગોયલને રેલ મંત્રાલય સોંપી દીધું.

આ પણ વાંચો : નિર્મલા સીતારમણ બન્યાં દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી

મોદી સરકારની ઢાલ ગણાવાય છે

અરૂણ જેટલી જ્યારે બીમાર હતા અને દેશની બહાર સારવાર માટે ગયા હતા ત્યારે પણ નાણા મંત્રાલયનો વધારાનો ભાર સંભાળ્યો હતો. પિયુષ ગોયલને મોદી સરકારની ઢાલ ગણવામાં આવે છે.

80નાં દશકાથી બીજેપી સાથે જોડાયા
Loading...

2014માં ચૂંટણી પછી લાઇમ લાઇટમાં આવેલા પિયુષ ગોયલ 80નાં દશકાથી બીજેપી સાથે જોડાયેલા છે. તેમના પિતા વેદપ્રકાશ ગોયલ બે દશક સુધી બીજેપીનાં કોષાધ્યક્ષ રહ્યાં. તેમની માતા ચંદ્રકાંતા ગોયલ મુંબઇથી ત્રણવાર સાંસદ રહ્યાં છે.

આ પણ વાંચો :  એસ જયશંકર બન્યા વિદેશ મંત્રી, ચીન-પાકિસ્તાનને લઈને રહ્યા છે સખ્ત

તેમને સીએનાં અભ્યાસમાં બીજો રેંક આવ્યો છે

પિયુષ ગોયલે ચાર્ટેડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો છે. તેઓ એસબીઆઈ અને બેંક ઓફ બરોડાનાં ડાયરેક્ટર રહી ચુક્યા છે. પિયુષ ગોયલે સીએની પરીક્ષામાં બીજો રેંક મેળવ્યો હતો. તેમણે કોમર્શિયલ બેંકમાં ભારત સરકારનાં પ્રતિનિધિ તરીકે કામ કર્યું છે. તેઓ 2001થી લઇને 2004 સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને 2002થી લઇને 2004 સુધી બેંક ઓફ બરોડનાં દેશનાં પ્રતિનિધી હતાં.
First published: May 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...