પીયુષ ગોયલને નાણા મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપાયો, 1 ફેબ્રુઆરીએ રજુ કરી શકે છે બજેટ

પીયુષ ગોયલને સોંપાયો વિત્ત મંત્રાલયનો વધારાનો પ્રભાર

પીએમ નરેન્દ્ર મોદીની સલાહ પર પીયુષ ગોયલને વિત્ત મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો

 • Share this:
  રેલ મંત્રી પીયુષ ગોયલને વિત્ત મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. વિત્ત મંત્રી અરુણ જેટલી સારવાર કરાવવા માટે હાલ અમેરિકામાં છે. જેથી માનવામાં આવતું હતું કે જેટલી 1 ફેબ્રુઆરીએ રજુ થનાર વચગાળાનું બજેટ રજુ કરી શકશે નહીં, તેમના સ્થાને પીયુષ ગોયલ બજેટ રજુ કરશે.

  રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ પર પીયુષ ગોયલને વિત્ત અને કોર્પોરેટ અફેયર્સ મંત્રાલય નો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ બંને મંત્રાલય જેટલી પાસે હતા.

  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમની સલાહ પ્રમાણે અરુણ જેટલી જ્યાં સુધી અસ્વસ્થ છે ત્યાં સુધી અથવા ફરીથી મિનિસ્ટ્રીનું કામકાજ સંભાળવા લાયક ન થાય ત્યાં સુધી તે મંત્રાલય વગર પણ મંત્રી બન્યા રહેશે.  આ પહેલા જ્યારે અરુણ જેટલની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી ત્યારે પણ પીયુષ ગોયલને વિત્ત મંત્રાલયના વધારાની જવાબદારી આપી હતી. પિયુષ ગોયલ હાલ રેલ મંત્રીની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: