ન્યૂઝ 18 ગુજરાતી: ભારત અને પાકિસ્તાનમાં તણાવપૂર્ણ માહોલની વચ્ચે બુધવારે સવારે ખબર આવી કે પાકિસ્તાની વાયુસેનાનાં વિમાન જમ્મુ કાશ્મીર સ્થિત રાજૌરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં ઘુસી આવ્યાં હતાં. સમાચાર એજન્સી પીટીઆઈનાં વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી છે કે બે પાકિસ્તાની જેટ ભારતીય સીમામાં ઘુસી ગયા હતાં. પીટીઆઈ પ્રમાણે પાકિસ્તાની વિમાનોએ બોમ્બ પણ ફેંક્યા હતાં.
જો કે ભારતીય વાયુસેનાનાં લડાકૂ વિમાનોનો પીછો કર્યા પછી પાકિસ્તાની વિમાન ભાગી ગયા હતાં. આ બધાની વચ્ચે તે જગ્યાની તસવીરો સામે આવી છે જ્યાં પાકિસ્તાની વિમાનોએ બોમ્બારી કરી છે. સમાચાર એજન્સી એએનઆઈ તરફથી તસવીરો જાહેર કરી છે.
આ દરમિયાન કાશ્મીર જનારી ભારતીય કોમર્શિયલ ફ્લાઇટ્સ પણ રદ થવાની ખબર છે. આ વાતની પુષ્ટિ સ્પાઇસ જેટ અને ઇન્ડિગોએ કરી છે. ભારતીય વાયુસેનાએ ચંડીગઢ, લેહ અને જમ્મુ કાશ્મીરમાં દરેક પ્રકારની કોમર્શિયલ ફ્લાઇટ્સને અટકાવી દીધી છે.
J&K: Pictures of craters formed from Pakistani bombs dropped near Indian Army post in Rajouri sector. Pic courtesy: Army sources) pic.twitter.com/bAqG1YW3AO
ભારતીય સીમામાં ઘૂસી જનારા પાકિસ્તાન એરફોર્સના F16 ફાઇટર પ્લેનને તોડી પાડ્યું છે. ભારત દ્વારા કરવામાં આવેલી વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનની ટેરીટરમાં નૌશેરા સેક્ટરના લામ વેલીમાં પાકિસ્તાનના ફાઇટર પ્લેનને તોડી પાડ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર