ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ અંતિમ તબક્કામાં 59 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. આજની બેઠકોમાં ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, પંજાબની 13, બિહારની 8, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4 અને મધ્યપ્રદેશની 8 તો ચંદીગઢની 1 સીટ પર મતદાન ચાલી રહ્યું છે.
સાતમાં ચરણમાં રાતે 6 વાગ્યા સુધીમાં 60.21 ટકા મતદાન થયું. જેમાં બિહારમાં 49.92, હિમાચલ પ્રદેશમાં 66.18, મધ્યપ્રદેશમાં 69.38, પંજાબમાં 58.81, ઉત્તરપ્રદેશમાં 54.37, પશ્ચિમ બંગાળમાં 73.05, ઝારખંડમાં 70.5 ટકા અને ચંદીગઢમાં 63.57 ટકા મતદાન થયું.
લોકસભા ચૂંટણી 2019માં 542 સીટ પર મતદાન પૂર્ણ થયાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે સાતમા ચરણનું પણ મતદાન પૂર્ણ થઇ ગયું છે. આ ચરણમાં 7.27 કરોડ મતદાતાઓએ ભાગ લીધો જેમાં 3.47 કરોડ મહિલા અને 3.377 ટ્રાંસજેન્ડર હતા.
લોકસભા ચૂંટણીના સાતમા ચરણમાં રાતે 5 વાગ્યા સુધીમાં 53.03 ટકા મતદાન નોંધાયું છે. બિહારમાં 46.75 ટકા, હિમાચલ પ્રદેશમાં 57.43 ટકા, મધ્યપ્રદેશમાં 59.75 ટકા, પંજાબમાં 50.49 ટકા, ઉત્તરપ્રદેશમાં 47.21 ટકા, પશ્ચિમ બંગાળમાં 64.87 ટકા, ઝારખંડમાં 66.64 ટકા અને ચંદીગઢમાં 51.18 ટકા મતદાન થયું છે.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પંજાબમાં અકાળી દળના નેતા સુખબિરસિંહ બાદલ, પંજાબ કોંગ્રેસના પ્રમુખ સુનિલ જાખર, આમ આદમી પાર્ટીના પંજાબ યુનિટના ચીફ ભગવંત માન, બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ પણ ગુર્દાસપુરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના ઉપરાંત શત્રુઘ્ન સિન્હા, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, અનુરાગ ઠાકુર, ભોજપુર અભિનેતા રવિકિશન, સુખબીર બાદલ, હરસિમરત કૌર, શિબૂ સોરને, પવનકુમાર બંસલ જેવાં ઉમેદવારો પર પણ બધાની નજર ટકેલી છે.
Nahan, Himachal Pradesh: 40-year-old differently-abled voter Naresh Chand reached polling booth in a palanquin arranged by Election Commission to cast his vote for #LokSabhaElections2019pic.twitter.com/CWZKA4MZPW
ગોવા અને તમિલનાડુની 4 વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી
આ તબક્કામાં મનોહર પર્રિકરના નિધન બાદ ખાલી થયેલી ગોવાની પણજી વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી થઈ રહી છે. આ ઉપરાંત તમિલનાડુની 4 વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.