સ્થાનિકોને પેટ્રોલ ચોરવું પડ્યુ ભારે, ટેન્કરનું સીલ તોડતા લાગી આગ

News18 Gujarati
Updated: January 14, 2018, 9:56 AM IST
સ્થાનિકોને પેટ્રોલ ચોરવું પડ્યુ ભારે, ટેન્કરનું સીલ તોડતા લાગી આગ
પોલીસ આગ લાગવાનું કારણ શોધી રહી છે જો કે સ્થાનિકોનું કહેવુ છે કે આગ ત્યારે લાગી જ્યારે લોકો પેટ્રોલ ચોરવા ટેન્કરનું સીલ તોડી રહ્યાં હતા.

પોલીસ આગ લાગવાનું કારણ શોધી રહી છે જો કે સ્થાનિકોનું કહેવુ છે કે આગ ત્યારે લાગી જ્યારે લોકો પેટ્રોલ ચોરવા ટેન્કરનું સીલ તોડી રહ્યાં હતા.

  • Share this:
હૈદરાબાદ:  શહેરની બહારના વિસ્તારમાં પેટ્રોલથી ભરેલા બે ટેન્કરોમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનામાં 18 લોકો ઘાયલ થયા હતા. ઘટના મેડીપલ્લી-ચેંગીચેરલા રોડ પર એક દુકાન સામે બની હતી. આ દુકાનમાં ગાડીઓને રિપેર કરવાનું કામ કરવામાં આવે છે. આગ એટલી જોરદાર હતી કે બે ટેન્કર અને આસપાસ ઉભેલી કેટલીક ગાડીઓ બળીને ખાખ થઇ ગઇ હતી, સ્થાનિક લોકો અનુસાર જ્યારે ટેન્કરમાં ભરેલુ પેટ્રોલ બળવા લાગ્યુ તો આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. વીડિયો જોઇને ખબર પડે છે કે આગની જ્વાળા 60થી 70 ફૂટ ઉંચે હતી. આગને જોઇને સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. નજરે જોનારા સાક્ષી અનુસાર પહેલા તો આગ એક ટેન્કરમાં લાગી હતી પરંતુ તેની ચપેટમાં તુરંત બાજુમાં ઉભેલો બીજો ટેન્કર આવી ગયો હતો. પોલીસ આગ લાગવાનું કારણ શોધી રહી છે જો કે સ્થાનિક લોકોનું કહેવુ છે કે આગ ત્યારે લાગી જ્યારે સ્થાનિક લોકો પેટ્રોલ ચોરવા માટે ટેન્કરનું સીલ તોડી રહ્યાં હતા.



First published: January 14, 2018, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading