વિદેશીઓ માટે પેટ્રોલના લિટરે રૂ.34 અને દેશવાસીઓ માટે રૂ.75 ! : RTIમાં ખુલાસો

News18 Gujarati
Updated: August 25, 2018, 6:18 PM IST
વિદેશીઓ માટે પેટ્રોલના લિટરે રૂ.34 અને દેશવાસીઓ માટે રૂ.75 ! : RTIમાં ખુલાસો

  • Share this:
દેશમાં પેટ્રોલના ભાવ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આ સમયે દેશમાં પેટ્રોલના લિટરે રૂ.77.67 અને ડીઝલના રૂ.69.18 ચૂકવવા પડે છે, પરંતુ આમાં દેશવાસીઓને અન્યાય થઈ રહ્યો છે. સરકાર એક બાજુ દેશવાસીઓને મોંઘા ભાવે પેટ્રોલ-ડીઝલ વેચી રહી છે, બીજી બાજુ વિદેશીઓને અડધી કિંમતે મળી રહ્યું છે. એનો ખુલાસો હમણાં જ આરટીઆઇના જવાબથી થયો છે. આરટીઆઇનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત 15 દેશોને પેટ્રોલ લિટરે રૂ.34 અને ડીઝલ રૂ.37ના ભાવે આપી રહ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર સરકાર 125થી 150 ટકા સુધીનો ટેક્સ લગાવે છે.

RTIમાં થયો ખુલાસો

જાણવા મળ્યું છે કે પંજાબના નિવાસી રોહિત સબ્રવાલે મેંગ્લોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ દ્વારા વિદેશોને વેચવામાં આવતાં પેટ્રોલ-ડીઝલના ભાવોને લઈ આરટીઆઇ મારફત સવાલ પૂછ્યો હતો. આરટીઆઇના જવાબમાં મેંગ્લોર રિફાઇનરીએ જણાવ્યું હતું કે તેણે પહેલી જાન્યુઆરી 2018થી 30 જૂન 2018 દરમિયાન પાંચ દેશો- હોંગકોંગ, મલેશિયા, સિંગાપોર, મોરિશિયસ અને યુએઇને લિટરે રૂ.32થી રૂ.34માં રિફાઇન્ડ પેટ્રોલ અને રૂ.34થી રૂ.36માં રિફાઇન્ડ ડીઝલ વેચ્યું હતું. જે સમયે મેંગ્લોર રિફાઇનરી તરફથી વિદેશોને સસ્તામાં પેટ્રોલ-ડીઝલ વેચાઈ રહ્યું હતું ત્યારે ભારતમાં પેટ્રોલ લિટરે રૂ.69.97-રૂ.75.55 અને ડીઝલ રૂ.59.70-67.38માં વેચાયું હતું. આ સિવાય ભારતથી અમેરિકા, ઇંગ્લેન્ડ, ઇરાક, ઇઝરાયેલ, જોર્ડન, ઓસ્ટ્રેલિયા, દ. આફ્રિકાને પણ પેટ્રોલ-ડીઝલની નિકાસ કરાય છે.
આ આરટીઆઇના ખુલાસા બાદ કોંગ્રેસે સરકારને આડે હાથે લીધી કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરી લખ્યું હતું કે આરટીઆઇએ સરકારની પોલ ખોલી નાખી છે. ભારતમાં વેચાતા પેટ્રોલ-ડીઝલ પર કેટલાય ટેક્સ લાગે છે.
First published: August 25, 2018, 6:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading