પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોથી હેરાન લોકો માટે રાહતની ખબર છે. છેલ્લા કેટલાક દિવસોથી વધતા ભાવ પછી બુધવારે તેલની કિંમતોમાં કોઇ બદલાવ આવ્યો નથી. મુંબઇમાં એક લીટર પેટ્રોલની કિંમત મંગળવારની જેમ 88.26 રૂપિયા જ્યારે દિલ્હીમાં આ કિંમત 80.87 રૂપિયા પ્રતિ લીટરની કિંમત છે. જ્યારે ડીઝલના ભાવ મુંબઇમાં 77.47 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે દિલ્હીમાં 72.97 રૂપિયા પ્રતિ લીટર છે. આ પહેલા સોમવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 80.73 રૂપિયા લીટર જ્યારે ડીઝલ 72.83 રૂપિયા પ્રતિ લીટર છે.
મહત્વનું છે કે ઓગસ્ટના મધ્યથી પેટ્રોલની કિંમત 3.79 રૂપિયા લીટર છે જ્યારે ડીઝલ 4.21 રૂપિયા લીટર મોંઘુ થયું છે. જેનું પ્રમુખ કારણ અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયાનું રેકોર્ડબ્રેક તુટવું પણ છે.
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 80.09 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલનો ભાવ 78.39 રૂપિયા પ્રતિ લીટર છે. જામનગરમાં પેટ્રોલનો ભાવ 79.95 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 78.25 રૂપિયા પ્રતિ લીટર છે.
સોમવારે કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે ભારત બંધનું એલાન કર્યુ હતું. આ બંધમાં વિપક્ષની 21 પાર્ટીઓએ તેનો સાથ આપ્યો હતો. વિપક્ષ ફ્યુલ સસ્તુ કરવા માટે ટેક્સ ઘટાડવાની માગ કરી રહ્યાં હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર