પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં જલ્દી જ ચાર લીટર રૂપિયાનો વધારો થઇ શકે છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ કર્ણાટક ચૂંટણી પહેલાના માર્ઝિન પર પરત ફરવા માંગે છે તો તેમણે તેમની કિંમતોમાં ચાર રૂપિયા લીટર સુધી વધારો કરવો પડશે. કર્ણાટક ચૂંટણીના પૂર્ણ થવાની સાથે જ ઇન્ડિયન ઓયલ કોર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમેટેડે સોમવારે 19 દિવસ પછી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો હતો.
તે પછીથી પેટ્રોલના ભાવ 69 પૈસા પ્રતિ લીટર વધી ચૂક્યા છે. તેનાથી દિલ્હીમાં પેટ્રોલ 75.32 રૂપિયા લીટર સુધી પહોંચી ગયું છે. તે છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી વધુ છે. ત્યાં જ ડિઝલના ભાવમાં 86 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. જેનાથી દિલ્હીમાં ડિઝલ 66.79 રૂપિયા પ્રતિ લીટર થઇ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યું છે.
રિપોર્ટમાં તે પણ કહ્યું છે અમારી ગણતરી મુજબ તેલ માર્કેટિંગ કંપનીઓ ડિઝલના ભાવમાં 3.5 થી 4 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલમાં 4 થી 4.55 રૂપિયા લીટરની વૃદ્ધિ કરી શકે છે. ત્યારે જ તે 2.75 રૂપિયા લીટરનું ગ્રોસ માર્કેટિંગ માર્જિન મેળવી શકશે. કારણ કે 24 એપ્રિલ પછી આ કિંમતોમાં કોઇ વધારો કરવામાં નથી આવ્યો. ત્યારે પેટ્રોલ ડિઝલના ભાવમાં આવનારા દિવસોમાં જોરદારનો વધારો થવાની સંભાવના બનેલી છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર