પેટ્રોલ ડિઝલની કિંમતો આસમાને, જાણો કેમ વધી રહ્યાં છે ભાવ

Kaushal Pancholi | News18 Gujarati
Updated: January 9, 2018, 10:46 AM IST
પેટ્રોલ ડિઝલની કિંમતો આસમાને, જાણો કેમ વધી રહ્યાં છે ભાવ

  • Share this:
પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર સતત ભાર વધતો જાય છે. દેશની રાજધાની દિલ્હીમાં પહેલીવાર ડિઝલના ભાવ 60 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે. જ્યાં પેટ્રોલની કિંમત ફરીથી 70 રૂપિયા પ્રતિ લિટરની ઉપર જતી રહી છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પ્રમાણે દિલ્હીમાં મંગળવારના રોજ પેટ્રોલના ભાવ 70.53 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યા હતાં. ડિઝલની કિંમતોની વાત કરીએ તો આ મંગળવારે 60.66 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ કિમતો 3 ઓક્ટોબર 2017 જેટલી થઈ ગઈ છે. 3 ઓક્ટબરે પેટ્રોલની કિંમતો કિંમત 70.88 રૂપિયા લિટર હતી. જો કે ડિઝલની કિંમત 59.07 રૂપિયા પ્રતિ લિટર હતી. ત્યારે દબાણમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલના ઉત્પાદન કિંમતમાં બે બે રૂપિયા પ્રતિ લિટર ઓછા કર્યા હતાં. પરંતુ બંન્ને પેટ્રોલિયમ ઈંધળના ભાવ વધતો જ જાય છે.

પેટ્રોલની કિંમતોડિઝલની કિંમતો

કેમ વધી રહ્યાં છે ભાવ
વિશેષજ્ઞ પ્રમાણે ક્રૂડ (કાચા તેલ)ના ભાવ બે વર્ષના સૌથી ઉચ્ચ સ્તર પર છે. બ્રેંટ ક્રૂડના ભાવ 70 ડોલર પ્રતિ ડોલરની આસપાસ છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યાં છે. તેની અસર પેટ્રોલ ડિઝલના ભાવમાં દેખાઈ રહ્યો છે.

પેટ્રોલ ડિઝલના ભાવ કયા આધાર પર વધે છે
એનર્જી એક્સપર્ટ નરેન્દ્ર તનેજાએ ન્યૂઝ 18 હિન્દીને જણાવ્યું હતું કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ 3 આધાર પર આના ભાવ નક્કી કરે છે. પહેલું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડનો ભાવ, બીજો દેશમાં આયાત કરતી વખતે ભારતીય રૂપિયાની ડોલર પ્રમાણે કિંમત અને 3જો આધાર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલ ડિઝલના ભાવ.

મોદી સરકારના કાર્યકાળમાં ડિઝલ પર ઉત્પાદ કિંમતો

  • મોદી સરકારના કાર્યકાળમાં ડિઝલ પર ઉત્પાદ કિંમતો 380 %થી વધારે વધ્યો

  • આ દરમિયાન 3.56 રૂપિયાથી વધીને 17.33 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.

  • પેટ્રોલના ઉત્પાદ કિંમતમાં 120 ટકાની વૃદ્ધિ થઈ છે.

  • મોદી સરકાર જ્યારે સત્તામાં આવી ત્યારે ઉત્પાદન કિંમત 9.48 પૈસા હતુ જે અતાયારે 21.48 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.

  • અચાનક કિંમતોમાં તેજ ગિરાવટના લીધે વર્ષ 2014માં આ 115 બૈરલની પાર પહોંચી હતી.

First published: January 9, 2018, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading