CCTVમાં કેદ થયુ 'ભૂત'! તે રસ્તા પરથી જતા ડરે લોકો છે

યુપીના ઝાંસી જિલ્લાના પ્રેમનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થોડા દિવસથી લોકો ડરમાં જીવી રહ્યાં છે.

યુપીના ઝાંસી જિલ્લાના પ્રેમનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થોડા દિવસથી લોકો ડરમાં જીવી રહ્યાં છે.

  • Share this:
    યુપીના ઝાંસી જિલ્લાના પ્રેમનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થોડા દિવસથી લોકો ડરમાં જીવી રહ્યાં છે. લોકાના ડરનું કારણ ભૂત છે. આ ભૂત અહીંયાથી પસાર થતાં લોકોનો પીછો કરે છે. આવો નજારો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે.

    ઝાંસીના ઇસાઇ ટોલામાં માહૌર આટા ચક્કી છે. જ્યાં થોડા દિવસોથી લોકો રાતે ઘરની બહાર નીકળતા ડરી રહ્યાં છે. લોકો માને છે કે આ રસ્તે રાતે જવાથી ભૂત પાછળ પડે છે.

    ત્યાંના લોકો જણાવી રહ્યાં છે કે કેટલાક દિવસ પહેલા ભાઇ બહેન એક હોસ્પિટલમાંથી ઘરે આવી રહ્યાં હતાં. ત્યારે જ રસ્તાની પાસેથી મોટે મોટેથી બૂમાબૂમના અવાજ આવવા લાગ્યા. બંન્નેએ જ્યારે પાછળ જોયુ તો તેમના હોશ ઉડી ગયા. તેમની પાછળ એક મહિલા હતી જેના વાળ છૂટ્ટા હતા, સફેદ કપડા પહેર્યા હતાં. આ જોયા પછી ભાઇ બહેને ઘણી મહેનતે તેનાથી પીછો છોડાવ્યો. લોકોનું માનવું છે કે આ એક ભૂત છે. કારણ કે નજીક જ કબ્રસ્તાન છે. જ્યાંથી આ ભૂત આવ્યું હતું.

    આ પણ વાંચો: અમૃતસર વિસ્ફોટ: CCTVમાં દેખાયા શંકાસ્પદ, જાણકારી આપનારને મળશે 50 લાખનું ઇનામ

    આ અંગે પીડિત માણસ જણાવે છે કે એક રાતે હું અને મારી બહેન હોસ્પિટલથી આવી રહ્યાં હતા ત્યારે જ અમને સફેદ કપડામાં એક મહિલા દેખાઇ. તે અમારો પીછો કરીને હુમલા કરવા માંગતી હતી પરંતુ અમે ત્યાંથી ભાગ્યા એટલે અમારો જીવ બચી ગયો હતો. જે પછી અમે પોલીસને પણ આ અંગે જાણ કરી હતી. તે મહિલા સીસીટીવીમાં પણ દેખાઇ રહી છે.

    પોલીસે આ મહિલા ભૂત નહીં પરંતુ અસામાજિક તત્વ હોવાનું જણાવી રહ્યાં છે. જોકે હાલ આ મામલામાં તપાસ થઇ રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published: