NGT ગંગાની સ્થિતિથી નારાજ, કહ્યું - પાણી પીવા અને સ્નાન કરવા માટે યોગ્ય નથી

News18 Gujarati
Updated: July 27, 2018, 8:26 PM IST
NGT ગંગાની સ્થિતિથી નારાજ, કહ્યું - પાણી પીવા અને સ્નાન કરવા માટે યોગ્ય નથી
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી) શુક્રવારે ગંગા નદીની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે હરિદ્વારથી ઉત્તર પ્રદેશના ઉન્નાવ શહેર વચ્ચે ગંગા નદીનું પાણી પીવા અને સ્નાન કરવા માટે યોગ્ય નથી. એનજીટીએ કહ્યું હતું કે માસુમ લોકો શ્રદ્ધાપૂર્વક નદીનું પાણી પીવે છે અને તેમાં સ્નાન કરે છે પણ તેમને એ ખબર નથી કે તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

એનજીટીએ કહ્યું હતું કે માસુમ લોકો શ્રધ્ધા અને સન્માનથી ગંગાનું પાણી પીવે છે અને તેમાં સ્નાન કરે છે. તેમને નથી ખબર કે તેમના સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. જો સિગારેટના પેકેટ પર ચેતવણી લખેલી હોય છે કે આ સ્વાસ્થ્ય માટે ઘાતક છે. તો લોકોને (નદીના જળ)પ્રતિકુળ પ્રભાવો વિશે જાણકારી કેમ ન આપવામાં આવે?

એનજીટી પ્રમુખ એકે ગોયલની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે મહાન ગંગા નદી પ્રત્યે અપાર શ્રદ્ધાને જોતા માસુમ લોકો એ જાણ્યા વગર તેનું પાણી પીવે છે અને તેમાં સ્નાન પણ કરે છે. જે પાણી આ માટે યોગ્ય નથી. ગંગાજળના ઉપયોગ કરનાર લોકોના જીવન જીવવાના અધિકારનો સ્વિકાર કરવો ઘણો જરૂરી છે. તેમને પાણી વિશે જાણકારી આપવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2019-20 માટે નમામિ ગંગે પરિયોજના માટે 20 હજાર કરોડ રૂપિયાના બજેટને પહેલા જ મંજુરી આપી દીધી છે.
First published: July 27, 2018, 8:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading