Home /News /india /

લોકોએ PMને પુછ્યું, દેશની સળગતી સમસ્યાઓ ચેલેન્જ નથી લાગતી ?

લોકોએ PMને પુછ્યું, દેશની સળગતી સમસ્યાઓ ચેલેન્જ નથી લાગતી ?

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકટેર વિરાટ કોહલીની ફિટનેસચેલેન્જ સ્વીકારીને કહ્યું કે, હું તમારી ફિટનેસચેલેન્જ સ્વીકારું અને ટૂંક સમયમાં જ મારો વિડીયો શેર કરીશ.



    વડાપ્રધાન મોદીના આ ટ્વીટ પર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાચ પડ્યાં છે. સામાન્ય લોકો, કર્મશીલો, પિડીતો મોદીના ટ્વીટ સામે પોતાની ચેલેન્જ મૂકી રહ્યાં છે અને મોદીને સવાલો પૂછી રહ્યાં છે કે, દેશમાં અનેક સળગતી સમસ્યાઓ છે એ વિશે તેમનું શું કહેવું છે.



    કવિતા ક્રિષ્નને ટ્વીટ કરતાં કહ્યું કે, વડાપ્રધાન સ્પોર્ટ્સ સ્ટારની ફિટનેસ ચેલેન્જ સ્વીકારી રહ્યાં છે. પણ તમિલનાડુંમાં વેદાંતા પ્લાન્ટ સામે વિરોધ કરનારા લોકોના મોત મામલે કેમ ચૂપ છે ? જૂઠાણુ ફેલાવવાનું બંધ કરો. નોકરીઓ આપો. ખેડૂતોનું રક્ષણ કરો. તમારા પક્ષનાં લોકો જે બળાત્કારીઓને રક્ષણ આપે છે તેમને કાઢી મૂકો.



    રોહિણી સિંઘે ટ્વીટ કરતા લખ્યું કે, ફિટનેસ ચેલેન્જએ સારી વાત છે પણ આખા દેશને ભરખી જતા ઇંધણના વધતા ભાવ વિશે સરકારમાંથી કોઇ કશું કહેશે ?”

    સંજય ઝા નામના યુઝરે નરેન્દ્ર મોદીને ટેગ કરીને ટ્વીટર પર લખ્યું કે, હું મારી બી.એ. એમ.એ. એમ.બી.એની ડિગ્રી અહીંયા મૂકુ છે અને રાહ જોઉં છુ કે તમે ક્યારે તમાર ડિગ્રી મૂકો છો ?”

    અનુપમ નામના યુઝરે ટ્વીટ કરતા લખ્યું કે, મને આનંદ છે કે, તમે વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ સ્વીકારી પણ આ દેશમાં રોજગારીનું સર્જન કરતા, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપતા, કાળા નાણા પાછા લાવતા અને ગંગાની ગંદકી સાફ કરતા તમને કોણ રોકે છે આ બધી ચેલેન્જ સ્વીકારવા સામે કેમ તમે મૌન છો ?”



    મનીષ છીબ્બરે ફિટનેસ ચેલેન્જ વિશે કટાક્ષ કરતાં ટ્વીટ કર્યુ કે, સરકારની ફિટનેસ ચેલેન્જની ચર્ચામાં એક વાત ભૂલી રહ્યાં છે. પેટ્રોલનાં ભાવ વધી રહ્યા છે અને સરકાર કંઇ કરી નથી રહી એવા સમયે તમારી ફિટનેસ તમને કામ લાગશે. તમારે પેટ્રોલની જરૂર નહીં પડે. ફિટ હશો તો દરેક જગ્યાએ દોડવામાં કામ આવશે.



    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Fitness Challenge, Virat kohali, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन