Home /News /india /

OMG! માત્ર રોડ પરના ખાડાઓના કારણે જ ચાર વર્ષમાં 11,386 લોકોના મોત

OMG! માત્ર રોડ પરના ખાડાઓના કારણે જ ચાર વર્ષમાં 11,386 લોકોના મોત

માર્ગ-રોડ પરિવહન મંત્રાલય તરફથી આપવામાં આવેલ આંકડા જણાવે છે કે....

માર્ગ-રોડ પરિવહન મંત્રાલય તરફથી આપવામાં આવેલ આંકડા જણાવે છે કે....

દુનિયામાં કોઈ પણ સરકાર હોય, તેમના માટે મહત્વની વસ્તુ એ હોય છે કે, નાગરિકોના જાન-માલની સુરક્ષા. ઘટના-દુર્ઘટના અને આતંકી હુમલામાં નાગરીક ઈજાગ્રસ્ત થાય તે એક વાત છે, પરંતુ આપણા દેશમાં રોડ-રસ્તા એટલા ખરાબ છે કે, તેમાં પડેલવા કાડાના કારણે માત્ર ચાર વર્ષમાં 11 હજાર લોકોના મોત નિપજ્યા છે.

દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, અથવા દેશના સૌથી વિકસિત ગણાતા રાજ્ય મહારાષ્ટ્રમાં, આ તમામ રાજ્યના આંકડા પુરી દુનિયામાં ભારતને શરમ અપાવે તેવા છે.

માર્ગ-રોડ પરિવહન મંત્રાલય તરફથી આપવામાં આવેલ આંકડા જણાવે છે કે, 2013 થી 2016 સુધીના આંકડા જણાવે છે કે, આ સમયગાળામાં 11,386લોકોના મોતનું કારણ માત્ર રોડ પરના ખાડા છે.

પીડિત આવી રીતે મેળવી શકે છે વળતરરોડ-સેફ્ટી માટે કામ કરનાર લોકોનું કહેવું છે કે, આ રીતની દુર્ઘટનાઓ સરકારી એજન્સીઓની ફેલિયર છે. આ એજન્સીઓની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારના કારણે ખાડા બને છે, અને પછી ભરવામાં નથી આવતા.

રોડ સુરક્ષા માટે કામ કરનાર ટ્રેક્સની પ્રેસિડન્ટ અનુરાગ કુલશ્રેષ્ઠ કહે છે કે, ખાડાના કારણે જો કોઈનું મોત થાય, તો તેમના પરિવારજન વળતર માંગી શકે છે. કારણ કે અકસ્માત થયા બાદ એજન્સિઓ ઉતાવળમાં ખાડા ભરવા લાગે છે. પછી પ્રુફ નથી મળતું. તમારી પાસે પ્રુફ હોય અને પોલીસ માની લે તો ખાડો મોતનું કારણ બન્યો છે, તો વળતર જરૂર મળી શકે છે.
First published:

Tags: Killed, Loksabha, People, Potholes, Road, અકસ્માત, ભારત

આગામી સમાચાર