PM આવાસ યોજનાના પૈસાથી ખરીદ્યા બાઇક-ટીવી, હવે ભરો આટલા કરોડ!

News18 Gujarati
Updated: July 18, 2019, 1:07 PM IST
PM આવાસ યોજનાના પૈસાથી ખરીદ્યા બાઇક-ટીવી, હવે ભરો આટલા કરોડ!
Pm આવાશ યોજના

  • Share this:
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ 2022 સુધી દેશના લોકોને પોતાનું ઘર મળે તેવા આશાવાદ રાખવામાં આવ્યો છે. પણ છત્તીસગઢના રાયગઢમાં લાભાર્થીઓએ સરકારની આ યોજનાનો ઉપયોગ કંઇક બીજી જ વસ્તુ માટે કર્યો છે. સરકારે મકાન બનાવવા માટે ગરીબોના ખાતામાં જે નાણાં નાંખ્યા હતા. તે પૈસાથી તેમણે ઘર તો ના બનાવ્યા પણ ઘર માટે ટીવી, બાઇક ખરીદી લીધા. અને જ્યારે મકાન બતાવાનો વારો આવ્યો તો કોઇએ પથ્થરનું મકાન બતાવ્યું તો કોઇએ ઝુંપડાનું ઘર ઊભું કરી દીધું.

જેથી કંટાળીને જિલ્લા પંચાયતે આવા લોકોથી નાણાં વસૂલવા માટે એસડીએમને નોટિસ જાહેર કરી છે. જેમાં લગભગ 792 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ લોકોએ પહેલી રાશિ કે જેની કિંમત લગભગ 3 કરોડ 80 લાખ રૂપિયા છે તે મેળવ્યા પછી પણ મકાન નથી બનાવ્યા.

નોંધનીય છે કે જિલ્લા પંચાયતની તરફથી પીએમ આવાસ યોજના માટે ગ્રામીણોને ત્રણ ભાગમાં નાણાંકીય સહાય આપવામાં આવે છે. અને આ રકમ તેમના ખાતામાં નાખવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2011 સર્વેની લિસ્ટમાં જો તમારું નામ સામેલ થયું હોય તો પહેલી રકમ હેઠળ તમને 48 રૂપિયા ઘરના નિર્માણ માટે મળે તે પછી બીજા ભાગમાં તમને બીજા 48 હજાર અને છેલ્લે 24 હજાર રૂપિયા આપવામાં આવે છે. ત્યારે લોકોએ પહેલી રકમમાં જ ઘર બનાવવાને બદલે તે રકમનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થની વસ્તુઓના વપરાશમાં કરી દીધો છે.
First published: July 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading