રે બેશરમી : જાણો, Paytmના માલિકે કેરળના પૂરગ્રસ્તો માટે કેટલું દાન આપ્યું?

હનાન હમિદ અને વિજય શેખરની ફાઇલ તસવીર

આ 'માનસિક ગરીબ'ની તુલના કંઈ ગેટ્સ-મલિન્ડા કે જ્યોર્જ સોરોસ સાથે તો ન જ થાય. આ ભાઈએ તો ધડો લેવો જોઈએ હનાન હમિદ પાસેથી.

 • Share this:
  Paytm  - આ ઓનલાઇન પેમેન્ટ પોર્ટલના નામથી હવે ભાગ્ય જ કોઈ ભારતીય અપરિચિત હશે ! આ કંપની લગભગ 1.7 મિલિયન ડૉલર્સનું નેટવર્થ ધરાવે છે. તમને જાણીને આંચકો લાગશે કે આ કંપનીના માલિકે કેરળ પૂરપીડિતો માટે કેટલું દાન આપ્યું હશે ? માત્ર રૂપિયા 10,000 ! લાનત છે, આ કંપનીના માલિક વિજય શેખર શર્માને.

  હદ તો ત્યાં થાય છે કે આ મહાશય દસ હજાર રૂપરડી આપીને મોટો મીર માર્યો હોય તેમ તેમણે આપેલી આ મામૂલી રકમ અંગે ટ્વિટ્ટ કરે છે, શુક્રવારે તેનો સ્ક્રિન શોટ લે છે અને પોતાનો અને કંપનીનો પ્રચાર કરી લોકોને પેટીએમ મારફત કેરળના પૂરગ્રસ્તોને મદદ કરવાની અપીલ કરે છે ! આ વાત સોશ્યિલ મીડિયામાં વાયુવેગે પ્રસરી, ભાઈ ‘ટ્રોલ’ થયા અને આખરે લોકોની ટીકા સહન ન કરી શક્યા એટલે પોતે જ પોતાનું ટ્વિટ્ટ હટાવી લીધું !

  હવે આ 'માનસિક ગરીબ'ની તુલના કંઈ ગેટ્સ-મલિન્ડા કે જ્યોર્જ સોરોસ સાથે તો ન જ થાય. આ ભાઈએ તો ધડો લેવો જોઈએ હનાન હમિદ પાસેથી. જો કે, આ છોકરીનું કદ તો આ મહાશયથી ક્યાંય ઊંચું છે. ત્રિસુર, કેરળની બીએસ.સી. કેમેસ્ટ્રીની ત્રીજા વર્ષની આ છોકરી ગરીબ છે અને પૈસા માટે સંઘર્ષ કરે છે. થોડા દિવસ પહેલાં એ માછલીઓ વેચીને પૈસા ભેગા છે, એવા સમાચાર વાઇરલ થયા. સોશ્યલ મીડિયા પર એના સંઘર્ષને 'નકલી અને પબ્લિસિટી સ્ટંટ' ગણાવીને એને ટ્રોલ કરી, મજાક ઉડાવવામાં આવી એને અપમાનિત કરવામાં આવી હતી. કેરળમાં અત્યારે આપદા જોઈને આ છોકરીએ ગઈકાલે તેની પાસે ભેગા થયેલા 1.5 લાખ રૂપિયા કેરળ રિલીફ ફંડમાં આપ્યા છે. "આ તો લોકોના જ પૈસા હતા ને," એવું કહીને હનાન હામિદે કહેવાતા પૈસાદારોને 'કેરળના આ પૂર નહિ, ઢાંકણીમાં પાણીમાં ડૂબી જવાનું' આડકતરું ઇજન આપી દીધું !  ભાઈ વિજય શેખર શર્માએ આ પહેલી વાર ઉદારતા દેખાડી હોય તેવું જ નથી ! આ પૂર્વે પણ ડિસેમ્બર, 2017માં 'સશસ્ત્ર સેનાએ ઝંડા દિવસ' ના પ્રસંગે આ મહાશયે ભારતીય સશસ્ત્ર દળને રૂ.501નું માતબર દાન આપીને તેને ટ્વિટર પાર શૅર કર્યું હતું !  અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળના પૂરગ્રસ્તો માટે દાનનો પ્રવાહ શરુ થઇ ગયો છે. ગુજરાત, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિતના રહ્યાના મુખ્યમંત્રીઓએ સહાયતા રાશિની ઘોષણા કરી દીધી છે. આ ઉપરાંત સામાજિક અને સ્વયંસેવી સંસ્થાઓ પણ મદદ પુરી પાડી રહી છે.
  Published by:Kaushal Pancholi
  First published: