Home /News /india /

પટના-મોકામા પેસેન્જર ટ્રેનમાં આગ લાગવાથી છ કોચ બળીને ખાખ

પટના-મોકામા પેસેન્જર ટ્રેનમાં આગ લાગવાથી છ કોચ બળીને ખાખ

પટના-મોકામા પેસેન્જર ટ્રેનમાં મંગળવારે મોડી રાતે અચાનક આગ લાગી હતી. ટ્રેનના છ કોચ બળીને ખાખ થઈ ગયા હતાં. તેની પાસે ઉભેલી ફાસ્ટ પેસેન્જર મેમૂ ટ્રેનના બે એન્જિન પણ બળી ગયા હતા. ફાયરની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીની ખબર નથી.

આ ટ્રેન આખી ખાલી હતી એટલે કોઈને જાનહાનિના સમાચાર હજી સુધી નથી આવ્યાં. આ ટ્રેન રોજ મોકામાથી પટના માટે સવારે 5:35 વાગે ખુલતી હતી. આ ટ્રેન બુધવારે સવારે પટના માટે જવાની હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે મોકામા-પટના ફાસ્ટ પેસેન્જર ટ્રેન શંટિંગ લાઈન પર ઉભી હતી ત્યારે અચાનક વચ્ચેના કોચમાં આગ ફાટી નીકળી હતી. આગની ભયાનકતા એટલી હતી કે એક પછી એક છ કોટ લપેટમાં આવી ગયાં.



રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. અચાનક આગ લાગતા હાજર અધિકારીઓમાં દોળાગોડી થઈ ગઈ હતી. મોડી રાતે આ ઘટના બનતા તરત જ આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો.
First published:

Tags: Bihar News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन