બોધગયા સીરિયલ બ્લાસ્ટ કેસમાં ચાર વર્ષ 10 મહિના અને 12 દિવસ પછી આજે તમામ પાંચ આરોપીઓને દોષિત કરાર કરવામાં આવ્યાં છે. આગળની સુનાવણી 31 મેના રોજ થશે.
સાત જુલાઇ 2013ના બોધગયામાં થયેસા નવ ધમાકામાં પાંચ આરોપીઓ સામે એનઆઈએ કોર્ટના વિશેષ ન્યાયાધીશ મનોજ કુમારે નિર્ણય સંભળાવ્યો હતો. આ ધમાકામાં એક તિબેટીયન બૌદ્ધ ભિક્ષુક અને મ્યાંમારના તીર્થ યાત્રી ઘાયલ થયા હતાં.
પટણા સિવિલ કોર્ટમાં 2013માં બનેલ એનઆઈએ કોર્ટનો આ પહેલો ફેંસલો હશે. આ બ્લાસ્ટમાં એનઆઈએએ 90 સાક્ષી રજૂ કર્યા હતાં. વિશેષ ન્યાયાધીશે 11 મે 2018ના રોજ બંન્ને પક્ષોનો મત પુરો થયા બાદ પોતાનો નિર્ણય 25 મે સુધી સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
આ સિરિયલ બ્લાસ્ટનો મુખિયા હૈદર અલી ઉર્ફ બ્લેક બ્યૂટી હતો. આરોપીઓમાં ઇમ્તિયાઝ અન્સારી, ઉમર સિદ્દીકી, અઝહરૂદ્દીન કુરૈશી અને મુજીબુલ્લાહ અન્સારી છે. આ તમામ લોકો બેઉર જેલમાં બંધ છે. એનઆઈએએ આ મામલાની તપાસ કર્યા પછી આરોપીઓ પર 3 જૂન 2014ના ચાર્જશીટ ફાઇલ કરી હતી. 27 ઓક્ટોબર 2013ના રોજ પટનાના ગાંધી મેદાનના બ્લાસ્ટના પણ આ જ આરોપીઓ છે.
સાત જુલાઇ 2013 સવારે 5.30થી 6.00ની વચ્ચે મહાબોધિ મંદિરમાં એક પછી એક ધડાકા થયાં હતાં. આતંકીઓએ મહાબોધિ વૃક્ષની નીચે બે બોમ્બ મુક્યા હતાં જેમાં સિલેન્ડર બોમ્બ મુકવામાં આવ્યો હતો જેમાં ટાઇમર પણ લાગેલુ હતું.
એનઆઈએએ તપાસમાં માન્યું કે રોહિંગ્યા મુસલમાનો સામે કાર્યવાહીનો બદલો લેવા માટે ગયામાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ માટે હૈદરે રાયપુરના રહેવાસી સિમીના સભ્ય ઉમર સિદ્દિકીનો સંપર્ક કર્યો હતો. હૈદર રાયપુર ગયો હતો. જ્યાં એક ઘરમાં જેહાદના નામે ભડકાવવામાં આવતાં હતાં. હૈદરને બોમ્બ વિસ્ફોટનો સામાન પણ તેમણે જ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર