બિહાર: રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવનાં મોટા દીકરા તેજપ્રતાપ યાદવે તેની પત્ની ઐશ્વર્યા રાયથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.
રાજદ સુપ્રીમ લાલૂ પ્રસાદ યાદવનાં મોટા દીકરા તેજપ્રતાપ યાદવે તેની પત્ની ઐશ્વર્યાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેજનાં આ નિર્ણયથી યાદવ કુંટુંબ આઘાતમાં છે. તેમની બહેન મીસા ભારતી તેને મળવા રવાના થઇ ગઇ છે. તો રાંચીની હોસ્પિટલમાં દાખલ લાલૂની તબીયત વધુ બગડવાનાં પણ સમાચાર છે. છુટાછેડાની અરજી પર તેજપ્રતાપનું કહેવું છે કે, ગુંગળાઇને જીવવાનો કોઇ ફાયદો નથી. તેથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.
જાણકારી મુજબ, રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવનાં ઘર પર કંઇ જ યોગ્ય નથી ચાલી રહ્યું. પહેલાં લાલૂ પ્રસાદ યાદવનાં બંને દીકરાઓની વચ્ચે ઝઘડાનાં સમાચારે સિયાસી ભૂકંપ આણ્યો. હવે તેજ પ્રતાપ સિંહ તેની પત્ની ઐશ્વર્યાથી છુટાછેડા ઇચ્છે છે. અને તેમે સુપ્રીમ કોર્ટમાં મોકલેલી આ અરજીથી આખા પરિવારમાં ખળભળાટ મચી ગયો છે.
It is true that I have filed a petition. Ghut-ghut ke jeene se toh koi fayeda hai nahi: Tej Pratap Yadav, on filing for divorce from Aishwarya Rai pic.twitter.com/rt3tpUk3mP
તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, ગૂંગળાઇને જીવવા કરતાં અમે અલગ થઇ જઇએ. મારા અને ઐશ્વર્યાનો કોઇ મેળ નથી. અમારા બંને વચ્ચે સોસાઇટી ગેપ છે. મારા નિર્ણય મારા પરિવારનાં લોકો જ મારી સાથે નથી. ઐશ્વર્યા સાથે લગ્ન કરવા માટે હું તૈયાર ન હતો. મારો પેદાની જેમ ઉપયોગ કરવામાં આવ્યો છે. મારા પિતા લાલૂ યાદવને પણ આ વાતની સંપૂર્ણ જાણકારી છે.