ઘાસચારા કૌભાંડ: શુક્રવારે લાલુ યાદવને થશે સજાની સુનાવણી

Network18 | News18 Gujarati
Updated: January 4, 2018, 5:11 PM IST
ઘાસચારા કૌભાંડ: શુક્રવારે લાલુ યાદવને થશે સજાની સુનાવણી

  • Share this:
ઘાસચારા કૌભાંડના એક કેસમાં સીબીઆઈની ખાસ કોર્ટ ગુરૂવારના રોજ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની સજાની સુનવણી શુક્રવાર સુધી ટાળી દેવામાં આવી .

આ કેસ 1990-1994ની વચ્ચે દેવઘરના સરકારી તિજોરીમાંથી 89.27 લાખ રૂપિયા ગેરકાયદે મંજૂરી સાથે જોડાયેલ છે. જેમાં સીબીઆઈ જજ એ 22 આરોપીઓમાંથી લાલુ યાદવ સહિત 16 લોકોને દોષિત ગણાવ્યા હતા.

નોંધનીય છે કે લાલુની સજાની સુનાવણી બુધવારે કોર્ટમાં થવાની હતી પરંતુ વકીલ વિંદેશ્વરી પ્રસાદના નિધન બાદ સજા સુનવણી ગુરૂવાર સુધી ટાળી દેવામાં આવી હતી. જેના પછી લાલુ સહિત તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં બિરસા મુંડા જેલ મોકલી દેવામાં આવ્યા.

રાંચી સ્પેશિઅલ સીબીઆઈ કોર્ટે રઘુવંશ પ્રસાદ સિંગ, તેજસ્વી યાદવ અને મનોજ જ્હાને કોર્ટની અવગણનાના દોષિત ગણાવીને જાન્યુઆરી 23ના કોર્ટનું સમન્સ અપાયું છે. લાલુના સમર્થકોનું કહેવું છે કે બીજા રાજકીય લોકો સહિત ભાજપાએ ષડયંત્ર અંતર્ગત ફસાયા છે. લાલુના પરિવાર એ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ હાઇકોર્મટાં અપીલ કરવાની વાત કહી છે.

ઉલ્લેખનીય છે કે 2013ની સાલમાં પણ કોર્ટ એ લાલુને ચાઇબાસા તિજોરીમાંથી 37.5 કરોડ રૂપિયાની ગેરકાયદે મંજૂરીના દોષિત ગણાવ્યા હતા. ત્યારે લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષ જેલની સજા સંભળાવી હતી અને 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ કેસ સાથે જોડાયેલ સીબીઆઈ સૂત્રોના મતે લાલુના નામ પર પાંચ કેસ ઝારખંડમાં અને એક કેસ બિહારમાં નોંધાયેલો છે. ઝારખંડના 5 કેસમાં લાલુ બે કેસમાં દોષિત છે. બાકી 3 કેસમાં ટ્રાયલ ચાલુ છે. તેમાં દુમકા ટ્રેઝરીમાંથી 3.97 કરોડ રૂપિયા, ચાઇબાસા ટ્રેઝરીમાંથી 36 કરોડ રૂપિયા, ડોરંડા ટ્રેઝરીમાંથી 184 કરોડ રૂપિયા જ્યારે બિહારની ભાગલપુર ટ્રેઝરીમાંથી 45 લાખ રૂપિયાની ગેરકાયદે મંજૂરીના મામલામાં સામેલ છે.
First published: January 4, 2018
વધુ વાંચો
अगली ख़बर