ઘાસચારા કૌભાંડ : લાલુ યાદવને 3.5 વર્ષની સજા સાથે 5 લાખનો દંડ

Kaushal Pancholi | News18 Gujarati
Updated: January 6, 2018, 5:00 PM IST
ઘાસચારા કૌભાંડ : લાલુ યાદવને 3.5 વર્ષની સજા સાથે 5 લાખનો દંડ

  • Share this:
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને 3.5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. લાલુને સજાના પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. કોર્ટમાં જો તે દંડ ન ભરે તો લાલુને 6 મહિના વધારે સજા ભોગવવી પડશે.

આ ઉપરાંત કોર્ટે બીજા દોશી જગદિશ શર્માને 8 વર્ષની સજા સાથે 10 લાખનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. જો તે દંડ ન ચુકવે તો 1 વર્ષ વધારે સજા ભોગવવી પડશે. આ સાથે અન્ય દોષીઓ ફુલચંદ, આરકે રાણા અને મહેશને 3.5ની સજા સંભળાવવામાં આવી છે.

નોંધનીય છે કે દેવઘરની સરકારી તિજોરીમાંથી 89.27 લાખ રૂપિયાની જાવકમાં દોષી લાલુ યાદવ સહિત દરેક દોષીઓને આજે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ સજા સંભળાવી છે.

લાલુ સહિત દસની સજા પર શુક્રવારે કાલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી સમાપ્ત થઈ છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા હોટવાર જેલથી લાલુ યાદવની સજાની સુનાવણી થઈ હતી. જસ્ટિસ શિવપાલ સિંહ આજે શનિવારે સજાની સુનાવણી કરવાના છે.

લાલુ યાદવને સજાની સુનાવણી પહેલા ઈમરજન્સી મીટિંગ પટનામાં થઈ રહી છે. પૂર્વ સીએમ અને લાલુ યાદવના પત્ની રાબડી દેવીએ સરકારી આવાસમાં આ બેઠક બોલાવાઈ છે જેમાં બધા સાંસદો પણ ઉપસ્થિત છે.

ઘાસચારા કૌભાંડના એક કેસમાં સીબીઆઈની ખાસ કોર્ટે આજે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની સજાની સુનાવણી ફરી ટળી છે. આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા થવાની હતી.રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની સજાની સુનાવણી પર દરેકની નજર છે. દેવઘરની સરકારી તિજોરીમાંથી 89.27 લાખ રૂપિયાની જાવકમાં દોષી લાલુ યાદવ સહિત દરેક દોષીઓને આજે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ સજા સંભળાવી શકે છે.

લાલુ સહિત દસની સજા પર શુક્રવારે કાલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી સમાપ્ત થઈ છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા હોટવાર જેલથી લાલુ યાદવની સજાની સુનાવણી થઈ હતી. જસ્ટિસ શિવપાલ સિંહ આજે શનિવારે સજાની સુનાવણી કરવાના છે.

લાલુના મુદ્દે લગભગ 5 મિનિટ સુધી બહેસ ચાલી હતી. લાલુના વકીલે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે લાલુની ઉંમર 70ની છે, કિડનીની બીમારી છે, હાર્ટનું ઓપરેશન થયું છે, સુગર પણ છે. જેલમાં રહીને સારી રીતે તેમની સારવાર નહીં થઈ શકે એટલે ઓછામાં ઓછી સજા થવી જોઈએ.

આ કેસ 1990-1994ની વચ્ચે દેવઘરના સરકારી તિજોરીમાંથી 89.27 લાખ રૂપિયા ગેરકાયદે મંજૂરી સાથે જોડાયેલ છે. જેમાં સીબીઆઈ જજ એ 22 આરોપીઓમાંથી લાલુ યાદવ સહિત 16 લોકોને દોષિત ગણાવ્યા હતા.

લાલુ પ્રસાદ યાદવના વકીલે રાંચી સ્પેશિયલ કોર્ટમાં માગણી કરી છે કે તેમની તબિયત નાદુરસ્ત રહેતા લાલુ યાદવને ઓછી સજા થાય.

નોંધનીય છે કે લાલુની સજાની સુનાવણી બુધવારે કોર્ટમાં થવાની હતી પરંતુ વકીલ વિંદેશ્વરી પ્રસાદના નિધન બાદ સજા સુનવણી ગુરૂવાર સુધી ટાળી દેવામાં આવી હતી. જેના પછી લાલુ સહિત તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં બિરસા મુંડા જેલ મોકલી દેવામાં આવ્યા.

રાંચી સ્પેશિઅલ સીબીઆઈ કોર્ટે રઘુવંશ પ્રસાદ સિંગ, તેજસ્વી યાદવ અને મનોજ જ્હાને કોર્ટની અવગણનાના દોષિત ગણાવીને જાન્યુઆરી 23ના કોર્ટનું સમન્સ અપાયું છે. લાલુના સમર્થકોનું કહેવું છે કે બીજા રાજકીય લોકો સહિત ભાજપાએ ષડયંત્ર અંતર્ગત ફસાયા છે. લાલુના પરિવાર એ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ હાઇકોર્મટાં અપીલ કરવાની વાત કહી છે.

ઉલ્લેખનીય છે કે 2013ની સાલમાં પણ કોર્ટ એ લાલુને ચાઇબાસા તિજોરીમાંથી 37.5 કરોડ રૂપિયાની ગેરકાયદે મંજૂરીના દોષિત ગણાવ્યા હતા. ત્યારે લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષ જેલની સજા સંભળાવી હતી અને 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ કેસ સાથે જોડાયેલ સીબીઆઈ સૂત્રોના મતે લાલુના નામ પર પાંચ કેસ ઝારખંડમાં અને એક કેસ બિહારમાં નોંધાયેલો છે. ઝારખંડના 5 કેસમાં લાલુ બે કેસમાં દોષિત છે. બાકી 3 કેસમાં ટ્રાયલ ચાલુ છે. તેમાં દુમકા ટ્રેઝરીમાંથી 3.97 કરોડ રૂપિયા, ચાઇબાસા ટ્રેઝરીમાંથી 36 કરોડ રૂપિયા, ડોરંડા ટ્રેઝરીમાંથી 184 કરોડ રૂપિયા જ્યારે બિહારની ભાગલપુર ટ્રેઝરીમાંથી 45 લાખ રૂપિયાની ગેરકાયદે મંજૂરીના મામલામાં સામેલ છે.

 
First published: January 6, 2018, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading